ગર્લ્સ હોસ્ટેલના પ્રાધ્યાપકના સમર્થનમાં આજે મીટીંગ, બંધબારણે 70થી 80 જેટલા પ્રાધ્યાપકો મળ્યા કુલપતિને

  • September 18, 2023 05:19 PM 

રાજકોટ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકો અને કુલપતિની બંધ બારણે થઈ મીટીંગ ગર્લ્સ હોસ્ટેલ ના પ્રધ્યાપક રેખાબા જાડેજા ના સમર્થનમાં પ્રધ્યાપકો મળ્યા કુલપતિને,ABVP દ્વારા બે દિવસ પહેલા રેખબા જાડેજા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરી સૌરાષ્ટ્ર યુનિ ખાતે કર્યા હતા ધરણાં, 70 થી 80 જેટલા પ્રધ્યાયપકો દ્વારા રેખાબા જાડેજા પર લાગેલા આક્ષેપો બાબતે કુલપતિ સાથે કરી ચર્ચા, મહત્વની બાબત કે બંધ બારણે મીટીંગ કેમ કરી સાથે જ મીડિયાને પણ મીટીંગ દરમ્યાન કુલપતિની ચેમ્બરમાં આવવાની મનાઈ કેમ કરવામાં આવી ,સમગ્ર મામલે મીડિયા દ્વારા પૂછતા એક પણ પ્રદ્યાપક દ્વારા મગનું નામ મરી નહીં પાડ્યું, મીડિયા દ્વારા  કુલપતિ ગિરીશ ભીમાણીને બંધ બારણે થયેલ મીટીંગ મામલે તેમજ સૌ.યુનિ માંથી આવાર નવાર મળેલ વિદેશી દારૂનું બોટલ અંગે પૂછતા કુલપતિ ભીમાણી કોણીએ ગોળ ચોટાડવા જેવો જવાબ આપી મીડિયાના સવાલોથી મોઢું ફેરવી નાખી ચાલતી પકડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application