સિંગર સોનૂ નિગમના પિતાના ઘરે 70 લાખની ચોરી

  • March 23, 2023 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • અગમ નિગમે ઓશિવરા પોલીસમાં નોંધાવી ફરિયાદ
  • ઘરના જ એક નોકર પર શંકાને લીધે તેની તપાસ શરૂ



બોલીવૂડ સિંગર સોનૂ નિગમ તેના નિવેદનોને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. તેણે સવારની અઝાન માટે પણ વાંધો ઉઠાવતા વિવાદ સર્જાયો હતો.  ત્યારે હવે તે ફરી એકવાર  મીડિયાની હેડલાઇન્સમાં આવી ગયો છે. આ વખતે નિવેદનને લઈને નહીં પરંતુ તેના પિતાના ઘરે ચોરીની ઘટનાને કારણે સોનૂ નિગમની ચર્ચા થઇ રહી છે.

 સોનૂ નિગમના પિતા અગમ નિગમના ઘરેથી 70 લાખ રૂપિયાની ચોરી થઈ છે. ચોરીની ઘટના બાદ હડકંપ મચી ગયો છે. સોનૂના પિતા અગમ નિગમે મુંબઈ ઓશિવારા પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.  પોલીસે ફરિયાદને આધારે તપાસ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સોનૂ નિગમના પિતાના ઘરમાં કામ કરી રહેલા એક નોકર પર શંકા છે. જેને લઈને પોલીસે તેની પણ તપાસ હાથ ધરી છે. જો કે, હજુ સુધી આ મામલે કોઈ જાણકારી સામે આવી નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

સોનૂ નિગમ તેમના પિતાથી ખૂબ નજીક છે. સોનૂ નિગમે તેની સફળતાનો શ્રેય પિતાને આપ્યો છે. એક પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં સોનૂ નિગમે સ્ટ્રગલિંગ સમયના કિસ્સા શેર કર્યા હતા. તેમાં સોનૂ નિગમે કહ્યુ હતુ કે, હું આજે જે કંઈ છું તે પિતાના કારણે છું. સોનૂ નિગમના પિતા પણ સંગીતમાં રસ ધરાવે છે. જો કે, તેઓ તેમના સમયમાં સોનૂ નિગમ જેવા મોટા સંગીતકાર નથી બની શક્યા, પરંતુ તેમણે દીકરા સોનૂ નિગમને ચોક્કસ મોટો સિંગર બનાવ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application