વિસાવદર, મેંદરડામાં 7થી 12 ઇંચ વરસાદ

  • September 18, 2023 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રભરમાં એક માસથી વધુ સમય સુધી મેઘરાજાએ રાહ જોવડાવ્યા બાદ છેલ્લા બે દિવસના પૂર્વ ગુજરાતમાં અંધરાધાર વરસાદ પછી આજે વહેલી સવારથી મેઘસવારી શરૂ થતા બપોરે સુધીમાં જૂનાગઢના વિસાવદરમાં  સાડા અગિયાર ઇંચ,મેંદરડામાં સાત ઇંચ, વંથલી,બગસરા,હળવદ પંથકમાં  ત્રણથી પાંચ ઇંચ સહિત મોરબી જામનગર ગીર સોમનાથ અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર પોરબંદર ભાવનગર કચ્છ સહિતના વિસ્તારોમાં ઝાપટાથી માંડીને 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી આકાશ સામે મેઘરાજાના આગમનની મીટ માંડીને બેઠા હતા. એવામાં જ આજે વહેલી સવારથીમેઘરાજાની પધરામણી થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. આજે બપોરે બે વાગ્યા સુધીમાં જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં સાડા અગિયાર ઇંચ, મેંદરડા સાત ઇંચ, વંથલીમાં પાંચ,જુનાગઢ શહેર અને તાલુકામાં  અઢીથી સાડા ત્રણ તેમજ માણાવદર માળીયાહાટીના ભેસાણ કેશોદ પંથકમાં ઝાપટા થી માંડીને એક ઇંચ વરસાદ  થઈ ગયો હતો.
આ ઉપરાંત મોરબી જિલ્લાના હળવદ ખાતે ત્રણ, અને મોરબી, ટંકારા અને વાંકાનેર પંથકમાં એક ઇંચ,  જામનગર, લાલપુર એક ઇંચ અને ધ્રોલ જોડિયા પંથકમાં ઝાપટા, ગીર સોમનાથના તાલાલા ગીર પંથકમાં એક
 ઇંચ અને ઉના પંથકમાં ઝાપટા એવી જ રીતે અમરેલીના બગસરા પંથકમાં 4 ઇંચ અને ધારી દોઢ ઇંચ, બાબરા અમરેલી પંથકમાં ઝાપટાઓ સવારથી શરૂ થઈ ગયા હતા. ધ્રાંગધ્રા પંથકમાં સાડા ત્રણ ઇંચ લખતર ચોટીલા થાનગઢમાં દોઢ ઇંચ અને મૂડી અને વઢવાણમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના ગોંડલ અને જેતપુર ખાતે ઝાપટા સુરેન્દ્રનગરના મુળી પોરબંદરના કુતિયાણા ભાવનગરના ઉમરાળા અને કચ્છના ભુજ પંથકમાં પણ વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application