શિવધામ સોસાયટીમાં મકાનમાં જુગાર રમતા ૭ શખસો ઝડપાયા

  • October 18, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ પીસીબીની ટીમે રણુજા મંદિર પાસે શિવધામ સોસાયટીમાં મકાનમાં ચાલી રહેલા જુગાર ધામ પર દરોડો પાડી જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતા.પોલીસે પટમાંથી રોકડ પિયા ૩૬,૬૪૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, પીસીબીના પીએસઆઇ પી. બી.ત્રાજાયાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ કીરતસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ વાલજીભાઈ જાડાને મળેલી બાતમીના આધારે રણુજા મંદિર પાછળ ગોકુલ પાર્કના ગેટ પાસે શિવધામ સોસાયટી શેરી નંબર ત્રણમાં રહેતા ભીમજી મેતાના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતા. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં ભીમજી નારણભાઈ મેતા(ઉ.વ ૪૧), કલ્પેશ શામજીભાઈ વિરડીયા(ઉ.વ ૩૩), વિવેક ઉર્ફે અભી હરેશભાઈ દેથળીયા(ઉ.વ ૨૩), હરશુખ ઉર્ફે ભુરાભાઈ જળુ(ઉ.વ ૪૭), અસરફ સુલેમાનભાઈ રાઉમા, મહેન્દ્ર ઉર્ફે લાલો કરણભાઈ કારેથા અને પ્રભાત નારણભાઈ હત્પંબલનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૩૬,૬૪૦ કબજે કરી જરી કાર્યવાહી કરી હતી.
જુગારના અન્ય દરોડામાં એ ડિવિઝન પોલીસે રામનાથપરા ભાણજી દાદાના પૂલ પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોની ઝડપી લીધા હતા. જેમાં કરણ દિનેશભાઈ સિંધવ, લાલો પ્રતાપભાઈ સોલંકી અને પ્રવેશ હારીફભાઈ ગલારીયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૯૬૦ કબજે કર્યા હતા.બી ડિવિઝન પોલીસે સતં કબીર રોડ પર નાલા પાસે વાહે ગુ ચાવીની દુકાન પાસે જુગાર રમતા શામજી ભુપતભાઈ ગોહેલ અને ધર્મેશ ઉર્ફે ધનો બચુભાઈ કારેઠાને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ પિયા ૧૧,૩૦૦ કબજે કર્યા હતા

મોબાઈલ આઈડી મારફત ક્રિકેટ સટ્ટો રમતો શખસ ઝડપાયો

ક્રાઈમ બ્રાન્ચની ટીમલી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ગેઇટથી કિડની હોસ્પિટલ તરફના રસ્તા પાસે અહેમદ હનીફભાઈ નાલબધં (રહે.હાલ સાધુવાસવાણી રોડ પ્રસિલ પાર્ક, મૂળ ભાગવતપરા ગોંડલ) નામના શખસને મોબાઈલમાં આઈડી મારફત ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી લીધો હતો. પોલીસને પૂછતાછમાં આઈડી આપનાર તરીકે ગોંડલના પ્રધુમનસિંહ ઉર્ફે પદુભા ડોડીયાનું નામ ખુલ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application