વંલીના રાવની ગામની સીમમાં શનિવારે રાત્રે પિતા પુત્રની બંદૂકના ભડાકે ગોળી મારી હત્યા કર્યાના બનાવમાં સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી બનાવ બાદ આરોપીઓ નાસી ગયા હતા. એલસીબીની ટીમે હત્યારાઓને ઝડપવા વિવિધ વિસ્તારોમાં ટીમ ગોઠવી હતી જેમાં મુખ્ય બે આરોપીને જયપુર, બે આરોપીને ઘંટીયા તેમજ ત્રણને તલિયાધરી ઝડપી રિમાન્ડ ર્એ કોર્ટમાં રજૂ કરતા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. પોલીસે તમામ આરોપીઓની પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્ળે લઈ જઈ રિ-ક્ધસ્ટ્રક્શનની કાર્યવાહી પણ હા ધરવામાં આવશે તેમજ હયિારો ક્યાંી આવ્યા અને હજુ અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે અંગે પૂછપરછ શરૂ કરી છે.
વંલીમાં રવની ગામે શનિવારે રાત્રે હુસેનના ભત્રીજા રફીક આમોદ સાંઘઅને જીહાલ રફીક બંને પિતા પુત્રની હત્યા મામલે હુસેન ઉંમર સાંઘએ સાત સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ પટેલ સહિતની ટીમે આરોપીઓને ઝડપી લેવા વિવિધ વિસ્તારોમાં ટીમો દ્વારા તપાસ હા ધરવામાં આવી હતી જેમાં મુખ્ય બે આરોપીઓ રહીમ ઉર્ફ ખુરી ઈશા સાંધ અને હુસેન અલારખા સાંધ પોતાની ગાડી લઈને ગોધરા ઈ ઇન્દોર ખાતે નાસી ગયાનું જાણવા મળતા ટેકનિકલ સોર્સની મદદી આરોપીઓ ઇન્દોરી ઉજ્જૈન માર્ગે દિલ્હી પહોંચેલા છે અને ત્યાંથી પરત જયપુર ખાતે આવનાર હોવાની બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી બંને આરોપીઓને ગાડી નંબર જી જે૧૧ સીએ ૦૩૦૩ માંથી જયપુરી પકડી લીધા હતા. ત્યારબાદ ત્રણ આરોપીઓ જુમ્મા હબીબ સાંધ, પોલા યુસુફ સાંધ, હનીફ ઈસ્માઈલ સાંધ ને તલીયાધરી અને અન્ય બે આરોપીઓ અબ્દુલ ઉર્ફે અબલો ઈબ્રાહીમ સાંધને વંલીના ઘંટીયા ગામની સીમમાંથી ઝડપી લીધા હતા. પિતા પુત્રની હત્યા કરી નાસી ગયેલા સાતેય આરોપીઓને પોલીસે ઝડપી અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ હયિારો કયાંથી આવ્યા તેમજ હત્યાનો મુખ્ય ઉદ્દેશ સહિતના વિવિધ મુદ્દાઓ ની પૂછપરછ માટે રિમાન્ડ ની માંગ સો કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા પોલીસ દ્વારા તમામ મુદ્દાઓ પર પૂછપરછ હા ધરવામાં આવી રહી છે. તેમજ પોલીસ દ્વારા હત્યાનું રી ક્ધસ્ટ્રક્શન પણ કરી સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વકની પૂછપરછ કરી રહી છે.
જુમ્મા હબીબસાંધ પાસે બાર બોરની રિવોલ્વર, દેશી તમંચા વડે ફાયરિંગ કરેલ તેમજ ઇમ્તિયાઝ ઉર્ફે ઓલી એ દેશી હા બનાવટની જામગરી તા દેશી પીસ્તોલ દ્વારા ફાયરિંગ કરેલ હોવાની કબુલાત કરી હતી જ્યારે બીજા આરોપીઓ તેમની મદદ માટે આજુબાજુમાં છુપાઈને બેસેલ તેમજ હયિારો આંબલિયા વોકળા માં છુપાવેલ હતા પોલીસે તેઓ પાસેી જીવતા કાર્ટીસ પણ કબજે કર્યા છે.
ઝડપાયેલા ઈસમો પાસેી દેશી હા બનાવટની એક જામગરી બંદૂક, બાર બોરનો જોટો, ૬ જીવતા કાર્ટીસ, દેશી હા બનાવટની એક પિસ્તોલ, ૪૦ નગછરા, ૫૦ ગ્રામ ગન પાવડર, ૪ મોબાઈલ, એક જીઓ કંપનીનું ઇન્ટરનેટ ડોંગલ, ૮,૨૦૦ રોકડા અને કાર મળી ૧૫.૯૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કુખ્યાત શખસો સામે ૨૨ ગુના
ઝડપાયેલા સો આરોપીઓ પૈકી રહીમ ઉર્ફે ખુરી સામે હત્યા, હત્યાની કોશિશ, આર્મસએક્ટ, સહિત નવગુન્હા તા હુસેન અલારખા સામે હત્યા ,હત્યાની કોશિશ, આર્મસ એક્ટ સહિતના ચાર ગુન્હા, ઇમ્તિયાઝ ઉર્ફે પોલા સામે હત્યા, હત્યાની કોશિશ સહિતના ચાર તા જુમ્મા હબીબ સામે પ્રોહીબિશન, હનીફ ઇસ્માઈલ સામે હત્યા ,જુગારધારા, ઈસ્માઈલ સાંઘ સામે કેશોદ પોલીસમાં એક ગુન્હાઓ નોંધાયા છે.
લતીફ પેરોલ જંપ કરી ફરાર, પકડવાની તજવીજ
જુસબ અલારખા ગેંગના સલીમ સાંઘ દ્વારા અબ્દુલ સાંઘની હત્યા કરી હતી જેી અબ્દુલના પુત્ર લતીફ એ ૨૮ માર્ચ ૨૦૨૩ ના ધુળેટીના દિવસે સલીમ સાંઘની હત્યા કરી હતી જે કેસમાં જેલમાં રહેલ લતીફ હાલ પેરોલ જમ્પ કરી ફરાર હોવાનું અને લતીફને પકડવા પોલીસની ટીમ કામે લાગી છે અને હાલ રવની ગામમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
અન્ય નંબર ઉપરથી વોટસઅપ કોલિંગી વાત કરવાની તજવીજ
ઝડપાયેલા આરોપીઓ રહીમ ઉર્ફે ખુરી, હુસેન અલારખા, બંને આરોપીઓ તેના નામ ન ખુલે તે માટે જુનાગઢથી ગોધરા જતા રહેલ અને મોબાઈલ પણ બંધ કરવાના હોય તેી જીઓનું ઇન્ટરનેટ ડોંગલ પણ લીધું હતું અને એક અન્ય વોટ્સએપ નંબર શરૂ કરી દીધેલ હતો.
આરોપીઓ પાસે હયિાર આવ્યા કયાંથી તે મોટોે પ્રર્શ્ર્ના
લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા કુખ્યાત શખ્સોને ઝડપવા તા હયિારો કબજે કરવા કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ વિવિધ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યું હતું પરંતુ ચૂંટણી પૂર્ણ યા બાદ જ પિતા પુત્રની હત્યા બાદ ઝડપાયેલા આરોપીઓ પાસેી બંધુક, ગન જીવતા કાર્ટિસ તા ગન પાવડર સહિતનો માલ કયાંથી આવ્યો તે અંગે પણ પ્રર્શ્ના સર્જાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMકાલાવડ ભાજપ દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત બુથ સમિતિની રચના માટેની કાર્યશાળા યોજાય
November 14, 2024 06:32 PMજામનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના શર્મનાક, મળતીયાઓને ફાયદો કરવા માટે કારસો
November 14, 2024 06:25 PMભાણવડ પોલિસ સ્ટેશનના બરડા ડુંગરમાં આવેલ ધ્રામણીનેશમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર દરોડા
November 14, 2024 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech