કચ્છ, મોરબી પંથકમાં બેથી સાત ઈંચ સહિત ૬૭ તાલુકામાં ઝાપટાંથી માંડી ધોધમાર વરસાદ

  • September 20, 2023 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ ભાદરવા મહિનામાં મેઘરાજાની થયેલ ધમાકેદાર એન્ટ્રીમાં ગઈકાલે સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર્ર કચ્છના ૬૭ કેટલા તાલુકાઓમાં ભારે ઝાપટા થી માંડીને અનરાધાર વરસાદથી કચ્છના લખપત ખાતે ધોધમાર સાત ઈંચ ઉપરાંત રાપર નખત્રાણા ભુજ માળિયા મીયાણા પંથકમાં ચારથી પાંચ ઈંચ વરસાદ પડી જવા પામ્યો હતો. આ ઉપરાંત ટંકારા જામનગર હળવદ મોરબી પંથકમાં ત્રણથી સાડા ત્રણ ઈંચ સહિત સૌરાષ્ટ્ર્ર ભરના તમામ તાલુકાઓમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘરાજાએ ભરપુર હેત વરસાવ્યું હતું. ગઈકાલે કચ્છ મોરબી જામનગર પોરબંદર સુરેન્દ્રનગર રાજકોટ પંથકમાં મુખ્યત્વે હેત વરસાવ્યું હતું. તેમાં આજે સવારે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન કચ્છના લખપત સાત રાપર પાંચ નખત્રાણા ૪:૩૦ ભુજ ૪ અબડાસા ભચાઉ ગાંધીધામ અંજારમાં ઝાપટાથી માંડીને પોણા બે ઈંચ વરસાદ પડો હતો.

મોરબી જિલ્લામાં માળીયા મીયાણા માં ચાર ટંકારા હળવદ મોરબી વાંકાનેરમાં બે થી સાડા ત્રણ ઈંચ, જામનગર સાડા ત્રણ ઈંચ ધ્રોલ જોડીયા કાલાવડ જામજોધપુર લાલપુરમાં અડધો થી બે ઈંચ, પોરબંદર રાણાવાવમાં બે ઈંચ અને કુતિયાણામાં અડધો ઈંચ વરસાદ પડો હતો યારે સુરેન્દ્રનગરના થાનગઢ બે ઈંચ મુળી ધાંગધ્રા ચોટીલા વઢવાણ ચુડા સાયલા લખતરમાં ઝાપટાથી માંડીને એક ઈંચ, રાજકોટ, કોટડા સાંગાણી ગોંડલ પંથકમાં દોઢ ઈંચ ઉપલેટા જસદણ લોધિકા વિછીયા ધોરાજી પડધરી પંથકમાં ઝાપટા થી માંડીને પોણો ઈંચ દેવભૂમિ દ્રારકાના ભાણવડમાં એક ઈંચ યારે દ્રારકા કલ્યાણપુર ખંભાળિયા પંથકમાં અડધોથી પોણો ઈંચ, ભાવનગર જિલ્લાના ઘોઘામાં એક ઈંચ યારે પાલીતાણા જેસર ભાવનગર શહેર અને સિહોર જેસરમાં ઝાપટા વરસ્યા હતા, જુનાગઢ જિલ્લામાં માંગરોળ મેંદરડા માળીયા મીયાણામાં પોણોથી એક ઈંચ વિસાવદર માણાવદર ભેસાણ કેશોદ જુનાગઢ શહેર ગ્રામ્ય વિસ્તાર અને વંથલી પંથકમાં ઝાપટા વસ્યા હતા. ગીર સોમનાથના તાલાલામાં એક ઈંચ યારે વેરાવળને સુત્રાપાડામાં ઝાપટા થી માંડીને પોણો ઈંચ વરસાદ પડો હતો. આ ઉપરાંત અમરેલીના બગસરા લીલીયા કુકાવાવ વડીયા પંથકમાં ઝાપટા થી પણો ઈંચ અને બોટાદમાં ઝાપટા વરસ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application