રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્રારા હવે શહેરના નામાંકિત કોમર્શિયલ કોમ્પ્લેકસમાં આવેલી મિલકતો સીલ કરવાનું શ કરાયું છે જે અંતર્ગત આજે હરિહરચોક થી લીમડા ચોક સુધીના વિસ્તારમાં આવેલા વિવિધ કોમર્શિયલ કોમ્પ્લેકસ માં મિલકતવેરાના બાકીદારોની છ મિલકતો સીલ કરવામાં આવી હતી.
વિશેષમાં ટેકસ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, વોર્ડ નં–૧માં નવજીવન હાઇ સ્કૂલ ગાધીગ્રામના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૧.૩૩ લાખ, રૈયા ચોકડી શ્રી ભવન કોમ્પ્લેક્ષ ફસ્ર્ટ લોર શોપ નં–૧૦૩ ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૫૨,૪૦૦, વોર્ડ નં–૨માં મોચીનગરમાં ૧ યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૫૬,૦૦૦નો ચેક આપેલ, વોર્ડ નં–૩માં જામનગર રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણાં સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૧.૨૯ લાખ, વોર્ડ નં–૪માં મોરબી રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૧૧.૧૬ લાખ નો ચેક આપેલ, વોર્ડ નં–૫માં પેડક રોડ પર આવેલ ૧–નળ કનેકશન કપાત સામે રીકવરી .૫૬,૦૦૦, વોર્ડ નં.૭માં જવાહર રોડ ઉપર આવેલ ઓપેરા ટાવર્સમાં ફોર્થ લોર શોપ નં–૪૦૫ સીલ, સદર હરીહર ચોકમાં આવેલ પૂજા કોમ્પ્લેકસ ૨–યુનિટને સીલ, હરીહર ચોકમાં સ્ટાર ચેમ્બર્સ ફસ્ર્ટ લોર ઓફીસ નં–૧૨૨ને સીલ,જવાહર રોડ પર આવેલ સાધના બિલ્ડીંગસ ૧–યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૮૨,૦૦૦નો ચેક આપેલ, યાજ્ઞિક રોડ પર આવેલ કેશવ કોમ્પ્લેક્ષમાં ફસ્ર્ટ લોર શોપ નં–૧૦૬ અને ૧૦૭ ને સીલ, લીમડા ચોકમાં આલાપ–બી થર્ડ લોર ઓફિસ નં–૩૧૨ ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૭૯,૨૦૮ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech