મુળ રૂવાના વતની અને હાલ સુરત રહેતા યુવાન અને તેની માતા- બહેનની રૂવા ગામે આવેલી સર્વે નંબર ૨૨ પૈકી-૩ની જમીનના ખોટા સોગંદનામા અને ખોટા દસ્તાવેજના આધારે મહીલા સહીત છએ-મેળા પીપણુ કરી જમીન વેંચાણ કરી છેતરપીંડી આચરી વિશ્વાસઘાત કરાયાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધવાતા પોલીસે તપાસ આદરી હતી.
પોલીસ સૂત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ રૂવાના વતની અને હાલ સુરત, નાના વરાછા, શ્યામ ધામ, નિલમ-૨માં રહેતા ઉત્સવભાઈ હસમુખભાઈ પટેલે મંજુલાબેન બાબુભાઈ પટેલ, વૈભવ હસમુખભાઈ પટેલ, મુકેશ બાબુભાઈ પટેલ, શશીકાંત બાબુભાઈ પટેલ, હિતેષ ઈન્દુલાલ પટેલ, અજય કનૈયાલાલ પટેલ વિરુધ્ધ ફરીયાદ નોંધાવી જણાવ્યું હતું કે
ભાવનગર સીટી નાયબ કલેકટરેએ રેવન્યુ અપીલ નં.૪૯/૧૯૯૯ ના આખરી હુકમમાં સ્વ. હસમુખલાલ બાબુભાઈ પટેલના વારસદાર તરીકે નામો દાખલ કરવા જણાવેલ હોય જે અંગે ઉક્ત તમામ જાણતા હોવા છતા તેઓના હીસ્સાની રૂવા ગામ સર્વે નં.૨૨ પૈકી ૩ ની જમીન ઓળવી જવાના ઇરાદે મંજુલાબેન બાબુભાઇ પટેલ તથા વૈભવ પટેલ તથા મુકેશ બાબુભાઈ પટેલેએ
ખોટા સોગંદનામા કરી ખોટા દસ્તાવેજ ઉભા કરી તેના આધારે રેવન્યુ રેકર્ડમાં ખોટી એન્ટ્રીઓ પડાવી શશીકાંત બાબુભાઈ પટેલ તથા હીતેષ ઇન્દુલાલ પટેલ તથા અજય કનૈયાલાલ પટેલના તમામે મેળા પીપણુ કરી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા તેઓની તેમજ તેની માતા અને બહેનના હિસ્સાવાળી જમીનનું વેચાણ કરી છળકપટ કરી વિશ્વાસઘાત અને છેતરપીંડીઆચરી હતી.
ઉત્સવભાઈએ નોંધાવેલી ઉક્ત ફરીયાદના પગલે બી ડિવિઝન પોલીસે આઈપીસી. ૪૦૬, ૪૨૦, ૪૯૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪, ૩૪, હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech