ભાવનગર : ચેક પરત ફરવાના કેસમાં આરોપીને ૬ માસની કેદ

  • October 19, 2023 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

રોકડા રૂા.૨,૧૪૦૦૦  વળતર પેટે ચુકવવા કોર્ટનો આદેશ


સાડા ચાર પૂર્વે ભાવનગરમાં સાંઢીયાવાડ વિસ્તારમાં રહેતા ફરીયાદીએ મિત્રતાના નાતે ૧. ૧,૫૦,૦૦૦– પુરા હાથ ઉછીનાં આપેલા હતા તે પરત નહી કરતાં અને લખી આપેલા ચેકો પરત ફરતા આ અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપી સામેનો ગુનો સાબીત માની આરોપીને ૬ માસની કેદ અને રોકડા રૂા.૨,૧૪૦૦૦ વળતર પેટે ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.


કેસની વિગત જાણવા મળેલ વિગતો મુજબ મુળ સાંઢીયાવાડમાં અને હાલ નવાપરા વિસ્તારમાં રહેતા આ કામનાં ફરીયાદી ઈરફાનભાઈ ગફારભાઈ મહેતર એ પોતાના મિત્ર જયેશભાઈ ચીમનભાઈ મકવાણા મળ ભાવનગર હાલ અમદાવાદને મિત્રતાનાં નાતે હાથ ઉછીના રોકડા રૂા.૧,૫૦,૦૦૦– આપેલા હતા જે પેટે જે તે સમયે આરોપી જયેશભાઈએ એસ.બી.આઈ બેંક કાળાનાળા શાખાનાં ચેકો લખી આપેલા હતા પોતાના બેંક ખાતામાં પુરતું ભંડોળ ન હોવાથી ચેકો પરત ફર્યા હતા ત્યારબાદ અવાર નવાર ફરીયાદીએ પોતાની ૨કમ મેળવવા આરોપી પાસે માંગણી કરી હતી પરંતું આરોપીએ રકમ ચુકવી ન આપતા અને ચેકો પરત ફરતા ફરીયાદી ઈરફાનભાઈએ પોતાના વકીલ નદીમ આર.મહેતર મારફતે ભાવનગરની કોર્ટમાં કેસ કરેલ હતો જે ભાવનગરના ૪ થા એડી.ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ટી.એમ.પંજાબીની અદાલતમાં ઘી નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ :૧૩૮ મુજબનો કેસ અદાલતમાં ચાલી જતાં બંન્ને પક્ષના પક્ષકારોનાં વકીલોની દલીલો,આધાર પુરાવા,સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આરોપી જયેશભાઈ ચીમનભાઈ મકવાણાની સામેનો ગુનો સાબીત માની કસુરવાર ઠરાવી આરોપીને ૬ માસની કેદ અને રોકડા રૂા.૨,૧૪,૦૦૦/- વળતર પેટે ચુકવી આપવા હુકમ કર્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application