ઇન્ડોનેશિયામાં ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ

  • January 09, 2024 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યાં સૌથી વધુ ધરતી કપં અનુભવાય છે તેવા ઇન્ડોનેશિયામાં વધુ એક ભૂકપં આવ્યો હતો, જેની તીવ્રતા રીકટર સ્કેલ પર ૬.૭ રહેવા પામી હતી.જો કે હજુ ૩૦ ડીસેમ્બર ના રોજ પણ પાપુઆમાં જોરદાર ભૂકપં આવ્યો હતો.૨૭ કરોડની વસ્તી ધરાવતા ઈન્ડોનેશિયામાં દરરોજ ભૂકપં અને વાળામુખી ફાટવાના અહેવાલો આવતા રહે છે. ૨૧ નવેમ્બરના રોજ પશ્ચિમ જાવામાં ૫.૬ તીવ્રતાના ભૂકંપમાં ૩૩૧ લોકો મૃત્યુ પામ્યા હતા. યારે ૬૦૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

વિશ્વભરમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો થતો જઇ રહ્યો છે. હજુ તો થોડા દિવસ પહેલા જ ઇન્ડોનેશિયામાં ભૂકપં આવ્યો હતો, ત્યારે ફરી એકવાર અહીં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપેલી માહિતી અનુસાર ઈન્ડોનેશિયાના તલોદ ટાપુઓમાં ૬.૭ની તીવ્રતાનો ધરતીકપં આવ્યો હતો. જો કે હજુ સુધી જાનહાનિના કોઇ સમાચાર નથી. ધરતીકંપના આ આંચકા ૮૦ કિમીની ઐંડાઈએ અનુભવાયા હતા.
યુનાઇટેડ સ્ટેટસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ અહેવાલ મુજબ ગત સાહમાં ગુવારે ઇન્ડોનેશિયાના બલાઇ પુંગુટમાં ધરતીકપં આવ્યો હતો. આ ધરતીકંપની ઉંડાઈ ૨૨૧.૭ કિમી નોંધાઈ હતી. આમાં પણ કોઈ જાનહાની કે જાન–માલના નુકસાનના અહેવાલ નથી.


એક સાહ પહેલા જ આવ્યો હતો ભૂકંપ

થોડા દિવસ પહેલા ૩૦ ડિસેમ્બરના રોજ ઈન્ડોનેશિયાના પાપુઆ વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. શનિવારે રાત્રે ૧૦.૪૬ કલાકે આવેલા આ ભૂકંપની તીવ્રતા ૬.૨ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં ૭૭ કિલોમીટર નીચે હતુ. જે પછી ઈન્ડોનેશિયાના હવામાન વિભાગે કેટલાક વધુ આટરશોકસની ચેતવણી પણ આપી હતી.


ઈન્ડોનેશિયામાં ભૂકંપની ઘટના સામાન્ય

૨૭ કરોડની વસ્તી ધરાવતા ઈન્ડોનેશિયામાં દરરોજ ભૂકપં અને વાળામુખી ફાટવાના અહેવાલો આવતા રહે છે. ૨૧ નવેમ્બરના રોજ પશ્ચિમ જાવામાં ૫.૬ તીવ્રતાના ભૂકંપમાં ૩૩૧ લોકો મૃત્યુ પામ્યા હતા. યારે ૬૦૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સુલાવેસીમાં ૨૦૧૮ના ભૂકપં અને સુનામી પછી ઇન્ડોનેશિયામાં તે સૌથી ભયંકર હતું, જેમાં લગભગ ૪,૩૪૦ લોકો માર્યા ગયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application