યુપીના બલિયામાં બે વાહન અથડાતા ૬નાં મોત, ૧૦ ઘાયલ

  • February 27, 2024 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુપીના બલિયામાં એક ભયાનક કાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે. જેમાં ૧૦ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘટના બાદ વહીવટીતત્રં અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનામાં ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

અકસ્માતની મળતી વિગત અનુસાર એક સમારોહમાં તિલક કરીને પરત ફરી રહેલી કાર પીકઅપ વાહન સાથે અથડાઈ હતી. બે વાહનો સામસામે અથડાતા આનંદનો પ્રસગં માતમમાં ફેરવાઈ ગયો હતો. ઘટના અંગે પોલીસે જણાવ્યું કે,અકસ્માતમાં માર્યા ગયેલાઓમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ગંભીર રીતે ઘાયલોને વારાણસી રિફર કરવામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે અકસ્માતને લઈને અધિકારીઓને સૂચના આપી છે. તેમણે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યકત કરી છે. ડીએમ રવિન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર આઠ ઘાયલ છે.જેમાંથી ચારને વારાણસી રિફર કરવામાં આવ્યા હતા. બાકીના ચાર ઘાયલોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગ ૩૧ પર સ્થિત બૈરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ દુબે છપરા–સુઘર છપરા વચ્ચે આધં મોર પર આ ઘટના બની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application