પ્રદ્યુમન પાર્ક ઝૂમાં 55805 સહેલાણીઓ ઉમટી પડ્યા

  • November 17, 2023 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાનું પ્રદ્યુમન પાર્ક ઝૂ વધુ એક સહેલાણીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન પુરવાર થયું છે. તાજેતરમાં દિવાળીના તહેવારોની રજાઓમાં ઝૂમાં 55805 સહેલાણીઓ ઉમટી પડતા મહાપાલિકા તંત્રને પાંચ દિવસમાં રૂ.15 લાખની માતબર આવક થઇ હતી. જ્યારે રામવનમાં સુવિધાઓનો અભાવ લોકાર્પણના એક વર્ષ પછી પણ યથાવત રહેતા ફક્ત 13100 મુલાકાતીઓ આવ્યા હતા.

વિશેષમાં પ્રદ્યુમન પાર્ક ઝૂના સૂત્રોએ જણાવ્યું હતું કે તા.12ને દિવાળીએ 3769, ધોકાના દિવસે 12,564, બેસતા વર્ષે સૌથી વધુ 16851 અને ભાઇબીજે 11405 અને ત્રીજના દિવસે 11216 વિઝિટર્સ સહિત કુલ 55,805 વિઝિટર્સ આવતા કુલ રૂ.14,47,200ની આવક થઈ હતી. દરમિયાન હજુ આજે પણ સવારથી સહેલાણીઓનો ધસારો યથાવત રહ્યો છે.

મ્યુનિ.સૂત્રોએ ઉમેર્યું હતું કે, રામવન-ધ અર્બન ફોરેસ્ટ દિવાળીના તહેવારો દરમિયાન મુલાકાતીઓ માટે રાબેતા મુજબ ખુલ્લુ રાખવામાં આવેલ જેમાં તા.14થી તા.16 સુધીમાં કુલ 13,100 મુલાકાતીઓ રામ વન અર્બન ફોરેસ્ટની મુલાકાત લીધી હતી.મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં નવા આકર્ષણોના ખૂબ ઓછી માત્રામાં પ્રવાસીઓ જતા હોય તહેવારોમાં ત્યાં કેટલા પ્રવાસીઓ આવ્યા તેની કોઈ વિગતો તંત્રએ જાહેર કરી ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application