ઉનામાં હોલસેલરની દુકાનમાં ૫૪૭ બોકસ પ્રતિબંધિત ઇ-સિગારેટ ઝડપાઇ

  • July 25, 2023 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઊના શહેર મા એસ. ટી. બસ સ્ટેશન સામે આવેલ હરેશકુમાર કેશવલાલ નામની તમાકુ બીડી સિગારેટ અને સોપારી ,બિસ્કીટ નો હોલ સેલ વેપાર કરતી પેઢી ઉપર ગીર સોમનાથ જિલ્લા ની એસ.ઓ.જી. બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેકટર અને સ્ટાફે બાતમી ના આધારે રેડ કરતા દુકાન મા વેચવા રાખેલ પ્રતિબંધિત ઇ સિગારેટ નો મોટો જથ્થો મળી આવ્યો હતો અને ગણતરી કરતા ૫૪૭બોક્સ ઇ સિગારેટ જેની કિંમત રૂપિયા ૫૪૦૦૦/થી વધુ થાય છે તે કબ્જે કરી દુકાન ના સંચાલક ત્રિભોવન કેશવભાઈ ચંદ્રાણી રે. ઊના વાળા ની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લાવી પૂછ પરછ કરતા આ ઇ સિગારેટ અમદાવાદ નો દિનુભાઈ નામનો સક્ષ આપી જતો હતો તેથી તેની સામે પણ ગુનો દાખલ કરી પકડવા તજવીજ શરૂ કરી છે. આ વેપારી કેટલા સમય થી ઈ સિગારેટ નું વેચાણ કરતો હતો અને કોને કોને વેચાણ કરેલ તેની માહિતી મેળવવા માટે પોલીસ તપાસ કરી રહી છે અને ઊના મા ઈ સિગારેટ નો જથ્થો પકડતા વેચાણ કરતા વેપારીઓ મા ફફડાટ વ્યાપી ગયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application