ભોપાલના જંગલમાં કારમાંથી મળ્યું 52 કિલો સોનું: 11 કરોડની મળી રોકડ, બે દિવસમાં 51 સ્થળો પર દરોડા

  • December 20, 2024 10:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભોપાલમાં ગુરુવાર-શુક્રવારની વચ્ચેની રાત્રે આવકવેરા વિભાગ દ્વારા ઝડપી દરોડા દરમિયાન શહેરના મેન્ડોરી જંગલમાં એક કારમાંથી 52 કિલો સોનું અને 10 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. 30 વાહનોમાં 100થી વધુ પોલીસકર્મીઓની ટીમ સાથે આવકવેરા વિભાગની સતત દરોડાની કાર્યવાહીથી શહેરમાં ખળભળાટ મચી ગયો છે.


મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવકવેરા વિભાગની કાર્યવાહી વચ્ચે મંડોરીના જંગલમાંથી એક કાર મળી આવી છે. 52 કિલો સોનું અને 10 રૂપિયા રોકડા મળી આવ્યા છે. આવકવેરા વિભાગની કાર્યવાહી વચ્ચે જંગલમાંથી એક કાર ઝડપાયા બાદ શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આવકવેરા વિભાગ અને પોલીસની ટીમ ગુરુવાર-શુક્રવારની વચ્ચેની રાત્રે 30 વાહનોમાં આવી પહોંચી હતી અને દરોડા પાડ્યા હતા.


સોનાનો માલિક કોણ છે?

જપ્ત કરાયેલા સોનાનો માલિક કોણ છે તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી બહાર આવી નથી. જે કારમાંથી સોનું અને રોકડ મળી આવી છે તે ગ્વાલિયરની ઈનોવા કાર છે અને તે ચંદન ગૌરના નામે રજીસ્ટર્ડ છે. કહેવામાં આવી રહ્યું છે કે ચંદન ગૌર પૂર્વ ટ્રાન્સપોર્ટ કોન્સ્ટેબલ સૌરભ શર્માની નજીક છે. બુધવારે લોકાયુક્ત દ્વારા સૌરભ શર્માની ઓફિસ અને નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application