સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ કષ્ટ્રભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હરિપ્રકાશદાસ સ્વામીની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી–ધુળેટી પર્વ નિમિત્તે પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના ૫૧,૦૦૦ કિલો ઓર્ગેનિક રંગો દ્રારા દિવ્ય રંગોત્સવની હર્ષેાલ્લ ાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
હરિપ્રકાશદાસ સ્વામીના સાંનિધ્યમાં અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામી સહિત સંતો અને દેશ દુનિયાથી પધારેલા લાખોની સંખ્યામાં આવેલા ભકતો એક સાથે દાદાના રંગે રંગાયા હતા.
સવારે શણગાર આરતી બાદ હનુમાનજીને રંગો રમાડા. ફુલડોલોત્સવમાં દાદાનું વિશેષ પૂજન અર્ચન કયુ. આ પછી સંતોને રગં લાગાવીને ભકતોની સાથે રંગોત્સવ ઉજવ્યો હતો. ૨ લાખ જેટલા ભકતો દાદાના રંગે એક સાથે રંગાયા એવું અલૌકિક ધ્શ્ય મંદિર પરિસરમાં જોવા મળ્યું હતું. પૂનમ અને ધૂળેટી હોય ભકતોનો અવિરત પ્રવાહ હતો છતાં દાદાના દર્શન માટે કોઈને કઈં તકલીફ પડી નથી. આ માટે છેલ્લ ાં કેટલાક દિવસથી મંદિરના સંતો અને ભકતો દ્રારા માઈક્રો મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું હતું. આ સાથે સરકારના દરેક વિભાગનો સહકાર પણ સરાહનીય રહ્યો હતો.
કોઠારી વિવેકસાગરદાસ સ્વામીએ જણાવ્યું કે, સૌથી મોટા રંગોત્સવમાં ૧૧થી વધુ દેશ સહિત ગુજરાત અને અન્ય રાયના લાખો ભકતો આવ્યા હતા. મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે રંગબેરંગી કાપડ–ફુલોનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના સૌથી મોટા આ રંગોત્સવના આકર્ષણ: નાસિક ઢોલના તાલે ભકતો ઝુમ્યા
– હોળી–ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા–રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વાઘા રાજકોટમાં એક અઠવાડિયાની મહેનતે બનાવવામાં આવ્યા છે.
– મંગળા આરતી ૫:૩૦ કલાકે કોઠારી વિવેકસાગર સ્વામી દ્રારા– શણગાર આરતી સવારે ૭:૦૦ કલાકે હરિપ્રકાશ સ્વામી દ્રારા કરવામાં આવી હતી.
– સવારે ૦૭:૩૦થી ૧૧:૦૦ કલાક દરમિયાન મંદિરના પરિસરમાં જેમાં શાક્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને ૨ લાખથી વધુ ભકતો એકસાથે દાદાના રંગે રંગાયા.
– ૭ પ્રકારના ૫૧ હજાર કિલો રગં દાદાને અર્પણ કરાયા, આ ઓર્ગેનિક રંગો ડાયરેકટ કલરની ફેકટરી ઉદયપુરથી મંગાવવામાં આવ્યા હતા.
– મંદિર પરિસરમાં ૭૦થી ૮૦ ફટ ઐંચા કલરના ૫૦૦ બ્લાસ્ટ કરાયા,તો ૧૦ હજાર કિલો કલરને એર પ્રેશર મશીન દ્રારા ભકતો પર ઉડાવાયો.
– આ હોળીને વધારે મનોરંજક બનાવવા માટે ૫૦ ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભકતો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી– સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો.
સાળંગપુરમાં દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મૂકવામાં આવી
– ૧૦૦ જેટલા રિબિન બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા, ૧૧થી વધુ દેશના ભકતો રંગોત્સવમાં ભાગ લેવા આવ્યા હતા, ૧૦,૦૦૦ જેટલા ફુગ્ગાઓ છોડવામાં આવ્યા હતા.
– દાદાના આ ભવ્ય રંગોત્સવમાં પૂય સ્વામીજીના માર્ગદર્શન હેઠળ લગભગ લગભગ ૧૦,૦૦૦ કિલો કલરને એર પ્રેશર મશીનથી ભકતો ઉપર ઉડાડવામાં આવ્યો હતો.
– હોળી (પૂર્ણિમા) ના પરમ પવિત્ર અવસર પર કષ્ટ્રભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર અને મુખ્ય મંદિરને ફુલોથી પરિસરને કલરફુલ કાપડથી ડેકોરેશન કરવામાં આવ્યુ હતું.
– ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભકતો યુવાનો – યુવતીઓ, ભાઈઓ – બહેનો, નાના બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સુધી ગુજરાત ભરમાંથી એવમ્ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર્ર અને વિદેશથી પણ દાદા સંગે – સંતોને સંગે હોળી સેલિબ્રેશન માટે પધાર્યા હતા. શાક્રી હરિપ્રકાશ સ્વામી, કોઠારી વિવેકસાગર સ્વામી સહિત સંતો અને લગભગ એક લાખથી વધુ ભકતો એક સાથે દાદાના રંગે રંગાયા હતા.તેમજ હનુમાનજી ચાલીસાનો પાઠ કર્યેા હતો. હજારો હરિભકતોએ દર્શન–આરતી–મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની વિદેશી કારો પર 25 ટકા ટેરિફની જાહેરાત
March 27, 2025 10:50 AMજામનગરમાં મહિલા એડવોકેટને ઢીકા-પાટુનો માર માર્યો
March 27, 2025 10:48 AMજામનગરનું કામચલાઉ હંગામી બસ ડેપો: દશ દિવસમાં જ પાણીના ટાંકાના સ્ટેન્ડમાં તીરાડો...
March 27, 2025 10:30 AMરાજકોટમાં સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, તાપમાનમાં ઘટાડાને કારણે ગરમીમાં રાહત
March 27, 2025 10:28 AMજામનગરમાં સમસ્ત તળપદા કોળી સમાજ જ્ઞાતિનો દસમો સમૂહ લગ્નોત્સવ
March 27, 2025 10:27 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech