ગીર સોમના જિલ્લા સેવા સદનમાં ૫,૦૦૦ ચો.મી. વિસ્તારમાં મિયાંવાકી પદ્ધતિી બગીચો બનાવાશે

  • July 17, 2024 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ વૃક્ષારોપણના નવતર અભિયાન એક પેડ મા કે નામ માં જિલ્લ ા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ગીર સોમના જિલ્લ ો પણ સહભાગી બન્યો છે. જિલ્લ ા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસને જિલ્લ ા સેવા સદન ખાતે યોજાયેલા એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત ૧૨,૦૦૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમ નિમિત્તે કલેક્ટરએ જણાવ્યું હતું કે, ધરતી આપણી માતા છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વૃક્ષારોપણના અભિયાનને માતા સો જોડી ખૂબ સરસ સંદેશો આપ્યો છે કે, આપણે કાળજી રાખી અને વૃક્ષને મોટું કરવાનું છે. 



આપણે સૌ માવજતી વૃક્ષોનું જતન કરીશું તો જ ભવિષ્યમાં આવનાર પેઢીને મીઠા ફળ મળશે અને ગ્લોબલ વોર્મિંગ સામે લડી શકીશું. સરકાર વૃક્ષારોપણ માટે અઢળક પ્રયત્નો કરી રહી છે ત્યારે સરકારના આ સંકલ્પમાં પ્રજાજનોની ભાગીદારીી જ ધાર્યું પરિણામ મળી શકશે.ગીર સોમનાને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સો હરિયાળું ગીર સોમના કેમ્પેઈન અંતર્ગત ૨,૦૦૦ વૃક્ષોનું તેમજ આગાખાન એજન્સી ફોર હેબિટાટના સહયોગી ૧૦,૦૦૦ વૃક્ષો સો કુલ ૧૨,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષોનું સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગી જતન અને માવજત કરવામાં આવશે. 


કલેક્ટરએ આગાખાન એજન્સી ફોર હેબિટાટના પ્રોગ્રામ મેનેજર અનિષભાઈ ભાભાણી તેમજ સદભાવના ટ્રસ્ટના પ્રતિનિધિ વિમલભાઈનું આ અવસરે પ્રમાણપત્ર અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. કલેકટરએ અવસરે જિલ્લ ા સેવા સદનના પ્રાંગણમાં જિલ્લ ા કલેક્ટર કચેરી, જિલ્લ ા પંચાયત તેમજ પોલીસ અધિક્ષકઅને જનપ્રતિનિધિઓ સહિતના સહયોગી ૫,૦૦૦ ચોરસ મીટર જગ્યાનો સદુપયોગ કરીને સુંદર મિયાંવાકી ગાર્ડન તૈયાર કરવામાં આવશે તેની વિગતો આપી હતી.વૃક્ષારોપણ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ પલ્લ વીબહેન જાની,  જિલ્લ ા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, આગાખાન ટ્રસ્ટના સીનિયર પ્રોગ્રામ મેનેજર ઈરફાન ખલીફા, જિલ્લ ા સેવા સદનના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, જી.એચ.સી.એલ. અને ઈન્ડિયન રેયોન ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓ તેમજ વૃક્ષો દત્તક લેનાર નાગરિકો સહભાગી યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application