સામાન્ય રીતે ઘરમાંથી રોકડ કે દાગીનાની ચોરી થતી હોય અથવા કોઈ કારખાના, ફેક્ટરી, બાંધકામ સાઈટ પરથી સામાનની ચોરીના કિસ્સા બનતા હોય છે.પરંતુ હવે ખેડૂતોના અનાજ પણ સલામત ન હોય તેમ ધોરાજી પંથકમાં જામકંડોરણા હાઇવે પર ખેતરમાંથી બોલેરોમાં આવેલી ૫૦ મણ ઘઉં ચોરી કરી ગયા હતા. જે અંગેની જાણ થતા ખેડૂતે ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી બોલેરો ચાલકને સકંજામાં લઈ લીધો છે. જ્યારે ટોળકીમાં સામે અન્ય પાંચથી છ શખસોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજીમાં જેતપુર રોડ પર સરદાર ચોક પાસે સત્યનારાયણ પાર્કમાં રહેતા હિરેનભાઈ નારદભાઈ ઠુંમર (ઉ.વ ૩૬) નામના ખેડૂત દ્વારા આ અંગે ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હિરેનભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ધોરાજી જામકંડોરણા રોડ પર હનુમાન વાડી પાસે રોડના કાંઠે આશરે સાત વીઘા ખેતીની જમીન આવેલી છે. જે જમીનની બાજુમાં જ કુટુંબીબાઈ મેહુલભાઈ ઠુંમરની પણ જમીન આવેલી છે. હિરેનભાઈએ પોતાની જમીનમાં સાત વીઘામાં ઘઉં વાવ્યા છે ઘઉંનો પાક તૈયાર થઈ જતા આશરે ૧૬૦ મણ જેટલા ઘઉંનો ઢગલો ખેતરમાં રાખ્યો હતો જે ભરવાના બાકી હતા.
દરમિયાન તારીખ ૨૦/૩/૨૦૨૪ ના રાત્રિના આશરે ૮ વાગ્યે તેઓ અહીં ખેતરમાં ઘઉંના ઢગલાનું રખોપુ કરવા માટે ગયા હતા. રાત્રિના આશરે ૨:૦૦ વાગ્યા આસપાસ તેમને ઊંઘ આવવા લાગતા બાજુમાં આવેલા મેહુલભાઈની વાડીએ જઈ સુઈ ગયા હતા સવારના આશરે છ વાગ્યે અહીં બાજુમાં આવેલી વાડીવાળા અતુલભાઈ ટોપીયાએ ફોન કરી જણાવ્યું હતું કે તારો ઘઉંનો ઢગલો વેર વિખેર પડ્યો છે અને રસ્તામાં પણ ઘઉં વેરાયેલા છે જેથી ફરિયાદી તથા મેહુલભાઈ બંને અહીં ખેતરે તુરંત પહોંચ્યા હતા.
અહીં આવી જોતા ખેતરના બહાર રોડ પર વાહનના ટાયરના નિશાન જોવા મળ્યા હતા. બાદમાં તપાસ કરતા અહીંથી ઢગલામાંથી ૫૦ મણ જેટલા ઘઉં જેની કિંમત રૂપિયા ૨૨,૫૦૦ જેટલી થતી હોય તે કોઈ ચોરી કરી ગયું હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ તેમણે આ ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બોલેરોમાં આવેલા છ જેટલા શખસોએ અહીંથી ૫૦ મણ ઘઉંની ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે બોલેરો ચાલક જીતેશ કિશનભાઇ વાઘેલિયા(ઉ.વ ૨૮ રહે. માયાપાદર, વડીયા, કુકાવાવ)ને ઝડપી લીધો હતો જ્યારે ટોળકીમાં સામેલ અન્ય શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech