શહેરમાં કુતરાના ખસીકરણ માટે રુા.૫૦ લાખ મંજુર કરતી સ્ટે.કમિટી

  • December 11, 2023 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરથી કચ્છની પાંજરાપોળમાં ઢોર ટ્રાન્સફર કરવા માટે રુા.૧.૦૭ કરોડ મંજુર: રંગમતી નદી ઉપર બ્રિજ પુલ બનાવવા માટે રુા.૭૭ લાખ મંજુર

જામનગર શહેરમાં કુતરાનો ત્રાસ ખુબ જ વધી ગયો છે, છેલ્લા છ મહીનામાં ૪૪૦૦થી વધુ લોકોને કુતરાએ બચકા ભર્યા છે અને લગભગ ૧૯થી વધુ લોકોના મોત પણ થયા છે ત્યારે આખરે મહાપાલિકાની સ્ટે.કમિટીએ શહેરમાં કુતરાના ખસીકરણ માટે રુા.૫૦ લાખ મંજુર કર્યા છે અને આગામી દિવસોમાં તેનો અમલ પણ શરુ થઇ જશે, જયારે જામનગરથી કચ્છની પાંજરાપોળમાં પશુઓ મોકલવા માટે રુા.૧૦૭ લાખનો ખર્ચ પણ કમીટીએ મંજુર કર્યો છે. આમ કુલ ૫ કરોડ, ૯૯ લાખનો ખર્ચ મંજુર કર્યો છે તેમજ જામનગર-લાલપુર સ્ટેટ હાઇવે પર રંગમતી નદી ઉપર સર્વે નં.૯૧૭, ૯૧૯ને જોડતા બ્રિજ પુલ બનાવવા માટે રુા.૨૭૭ લાખની દરખાસ્તને મંજુરી આપી દેવામાં આવી હતી.
સ્ટે.કમિટીની એક બેઠક સાંજે મળી હતી જેમાં અલગ-અલગ કામો મંજુર કરવામાં આવ્યા હતાં, ખાસ કરીને રઝડતા કુતરા માટે ખસીકરણ અને રસીકરણ કરવાની કામગીરીની દરખાસ્ત મ્યુ.કમિશ્નરે મોકલી હતી જેને મંજુર કરીને રુા.૫૦ લાખની ફાળવણી કરવામાં આવી હતી તેમજ શ્રી કચ્છી ભાનુશાળી ઓધવરામ સત્સંગ મંડળ સંચાલીત રાતા તળાવ અબડાસા જિલ્લો કચ્છ ખાતે આવેલી પાંજરાપોળમાં પશુઓને ટ્રાન્સફર કરવા રુા.૧૦૭ લાખ પણ મંજુર કરવામાં આવ્યા હતાં.
સેવા સદનની માલ મીલ્કતનું રક્ષણ પુરુ પાડતી એજન્સીનું ખર્ચ રુા.૨૭.૧૨ લાખ મંજુર કરાયું હતું જયારે જ્ઞાનશકિત સર્કલ ગોકુલનગર જકાતનાકાથી સમર્પણ સર્કલ સુધી ૩૦ મીટર ડીપી રોડની અમલવારી કરવા સૈઘ્ધાંતીક મંજુરી આપવામાં આવી હતી જયારે ડ્રાઇવર ગીરીશભાઇ સોલંકીને ૧૧ મહીના માટે કોન્ટ્રાકટ રિન્યુ કરવામાં આવ્યો હતો. વોર્ડ નં.૪માં નવાગામ ઘેડમાં ભરવાડ સમાજના કોમ્યુનિટી હોલમાં શીખર અને ફલોરીંગ માટે રુા.૩ લાખ, વોર્ડ નં.૧, ૬, ૭માં વોટર વર્કસના અને સિવીલ કામના રુા.૩૦.૮૫ લાખ મંજુર કરાયા હતાં.
આ ઉપરાંત વોર્ડ નં.૧૧માં ગુલાબનગર દયાનંદ સોસાયટીમાં નવો કોમ્યુનીટી હોલ બનાવવા રુા.૬૦ લાખ, આંતર માળખાકીય સુવિધા માટે વોર્ડ નં.૧૦, ૧૧, ૧૨માં રુા.૨ લાખ, વોર્ડ નં.૧૬માં મોદી સ્કુલથી સાંઇબાબા મંદિરવાળા મેઇન રોડમાં સી.સી.રોડ બનાવવા રુા.૧૦.૭૩ લાખ, એસ્ટેટ માટે વાહન ભાડે રાખવા ૧.૬૮ લાખ, ટાઉનહોલ ખાતે પાવર સપ્લાય માટે ટ્રાન્સફોર્મર માટે રુા.૨૬.૮૮ લાખ મંજુર કરાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application