પારડીમાં જાહેરમાં જુગાર રમતા ૫ શખસો ઝડપાયા

  • August 09, 2023 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પારડી પાસે કારખાના નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ શખસોને શાપર વેરાવળ પોલીસ મથકના સ્ટાફે ઝડપી લઇ તેમની પાસેથી રોકડ રૂપિયા ૧૧,૨૦૦ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, શાપર વેરાવળ પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન રાત્રિના પારડીમાં શીતળા માતા મંદિર પાસે ફોર્જી્ કારખાનાની નજીક લેબર કવાર્ટર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખસોને ઝડપી લીધા હતા.જેમાં કિશોર રામઆશ્રય પાસવાન, ગોરખ ગુહાડી પાસવાન,ઇમરાન મોહમ્મદ કલીમ, અહેમદ રહીમુલ્લા મન્સૂરી અને વિશ્વકર્મા વિરેન્દ્ર ચૌહાણનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા ૧૧, ૨૦૦ કબ્જે કરી આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application