કેરળના એર્નાકુલમમાં ખ્રિસ્તી પ્રાર્થના સભામાં 5 બ્લાસ્ટ, 1નું મોત, 25થી વધુ લોકો ઘાયલ

  • October 29, 2023 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેરળમાં એક ખ્રિસ્તી સભામાં 5 બ્લાસ્ટ થયા છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, રાજ્યના એર્નાકુલમમાં કલામસેરી સ્થિત એક કન્વેન્શન સેન્ટરમાં એક મીટિંગ દરમિયાન વિસ્ફોટ થયો હતો. એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુઆંક વધી શકે છે. સંમેલન કેન્દ્રમાં યહોવાહની પ્રાર્થના ચાલી રહી હતી.


હાલ, કેરળ પોલીસ દ્વારા આ વિસ્ફોટને લઈને કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી, પરંતુ એક અધિકારીએ જણાવ્યું કે સવારે 9 વાગ્યે વિસ્ફોટ થયા બાદ પોલીસને મદદ માટે ફોન આવવા લાગ્યા. તરત જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની સાથે રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. વિસ્ફોટ બાદ સેંકડો લોકો પોલીસની મદદ માટે એકઠા થયા હતા.


સ્થાનિક લોકોએ જણાવ્યું કે કન્વેન્શન સેન્ટરમાં ત્રણ દિવસીય કાર્યક્રમનો આજે છેલ્લો દિવસ હતો. જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે હોલમાં બે હજારથી વધુ લોકો હાજર હતા. પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો છે કે એક પછી એક 5 બ્લાસ્ટ થયા જેમાં ઘણા લોકો ઘાયલ થયા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application