રેઢી પડેલી ઇકોમાંથી 480 બોટલ દારૂ મળ્યો: 4.51 લાખનો મુદ્દામાલ કબજે

  • July 09, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ તાલુકાના ઉમવાડાથી લુણીવાવ જવાના રસ્તે સરકારી ખરાબા પાસે ગોંડલ તાલુકા પોલીસે રેઢી પડેલી ઇકો કારમાંથી ૧.૫૧ લાખની કિંમતનો ૪૮૦ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દાનો આ જથ્થો અને કાર સહિત કુલ પિયા ૪.૫૧ લાખનો મુદ્દામાલ કબજે કરી અહીં કાર રેઢી મૂકી નાસી જનાર શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ આર.જે.જાડેજા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ પકભાઈ બોહરા, કોન્સ્ટેબલ રવિરાજસિંહ વાળા અને રણજીતભાઈ ધાધલને એવી બાતમી મળી હતી કે, ઉમુવાડાથી લુણીવાવ જવાના રસ્તે છાપરવાડી ડેમની ઓફિસ પાસે સરકારી ખરાબમાં ઈંગ્લિશ દાની હેરફેર થઈ રહી છે જેથી પોલીસની ટીમ અહીં પહોંચી હતી.
અહીં સરકારી ખરાબા પાસે એક ઇકો કાર રેઢી પડી હોય જેથી પોલીસે તેમાં તપાસ કરતા તેમાંથી પિયા ૧,૫૧,૮૦૦ ની કિંમતનો ૪૮૦ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દાનો આ જથ્થો અને ઇકો કાર સહિત કુલ પિયા ૪,૫૧,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી અહીં ઇકો કારમાં દાનો જથ્થો રેઢો મૂકી નાસી જનાર અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application