સ્ટેન્ડિંગમાં ૪૮ કરોડના કામ મંજૂર: દિવાળી ઉત્સવનો ખર્ચ ૭૪ લાખ, આરાધના ટીનું બિલ ૮૦ હજાર !

  • January 08, 2024 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં આજે સવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગોમાં કુલ .૪૮ કરોડના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. કુલ ૬૩ માંથી ફકત બે દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી અને અન્ય તમામ ૬૧ દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી.
વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયેલી દરખાસ્ત અંગે પ્રા માહિતી અનુસાર વિવિધ કાર્યક્રમોનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો દિવાળી ઉત્સવનો કુલ ખર્ચ પિયા ૮૦ લાખ જેવો થયો હતો તેમાં ગ્લોબલ કોમ્યુનિકેશનને ૫૦% એડવાન્સ પેટે અગાઉ ૩૫,૬૯,૫૦૦ ચૂકવી દેવાયા હતા ત્યારબાદ તેને ચૂકવવાના બાકી રહેતા ખર્ચ પિયા ૩૬ લાખ જેવી અન્ય રકમ નો ખર્ચ ચૂકવવા આજે દરખાસ્ત કરવામાં આવી હતી તદુપરાંત મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટને ૨.૬૧ લાખ ચૂકવવા અને રંગોળી સ્પર્ધા દરમિયાન મંગાવવામાં આવેલા ચા–પાણી અને નાસ્તા પેટે આરાધના ટીને પિયા ૮૦,૦૦૦ ચૂકવવા સહિતના ખર્ચની દરખાસ્ત હતી જે કરવાનું મતે મંજૂર કરવામાં આવી હતી.
યારે કોર્પેારેશનના સ્થાપના દિવસ નિમિત્તે યોજવામાં આવેલી મનહર ઉધાસ મ્યુઝિકલ નાઇટનો કુલ ખર્ચ ૫.૬૦ લાખ થયો હતો તેમાં મનહર ઉધાસની ફી ત્રણ લાખ હતી અને અન્ય .૨.૬૦ લાખનો ખર્ચ તેમના આવવા– જવા, જમવા અને રહેવાનો હતો.


પાર્ટી સંકલનની મિટિંગમાં ડામરકામ અને ઝોનલ કોન્ટ્રાકટ, કાર્યક્રમોના ખર્ચ, બાંધકામ મુદ્દે ડખ્ખો

સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ પૂર્વે મળેલી પાર્ટી સંકલનની મીટીંગમાં સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર અને નગરસેવકો વચ્ચે ચાર દરખાસ્તો મામલે ડખો થયો હોવાનું જાણવા મળે છે ચેરમેન અને નગરસેવકો વચ્ચે ઉગ્ર ચર્ચા થતાં પાર્ટી સંકલનની મીટીંગ નિર્ધારિત સમય કરતા લાંબી ચાલી હતી. જોકે આ દરમિયાનમાં આ મામલે કમલમમાંથી નિર્દેશ મળતા મીટીંગ પૂર્ણ કરાઈ હતી અને સ્ટેન્ડિંગની કાર્યવાહી શ કરાઈ હતી તેમ જાણવા મળે છે.

વિશેષમાં સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ડામર કોન્ટ્રાકટની બે વોર્ડની બે અલગ અલગ દરખાસ્તો હતી તેમાં એક વોર્ડમાં ઓન ભાવથી કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત હતી અને અન્ય વોર્ડમાં ડાઉન ભાવથી કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત હતી આથી નગરસેવકોએ આ મુદ્દે વિવાદ છેડી ચર્ચા કરી હતી કે બંને કામ ડામર કોન્ટ્રાકટના જ છે તેમ છતાં એક વોર્ડમાં ઐંચા ભાવ અને એક વોર્ડમાં નીચા ભાવ તે રીતે કેમ કામ અપાઈ રહ્યું છે ?

ડામર કોન્ટ્રાકટની દરખાસ્ત ઉપરાંત અન્ય દરખાસ્તમાં ઝોનલ મેશનરી કામ સહિતના કોન્ટ્રાકટ ની દરખાસ્ત હતી જેમાં અમુક કામો લોએસ્ટ વન ભાવ ઓફર કરનાર એજન્સીના બદલે સેકન્ડ કે થર્ડ લોએસ્ટને આપવા માટે ની દિશામાં કાર્યવાહી કરાતા આ મામલે પણ હોબાળો મચ્યો હતો અને સૌથી ઓછા ભાવ ઓફર કરનારને બદલે તેનાથી વધુ ભાવ ઓફર કરનારને શા માટે કામ આપવું જોઈએ તેવા સવાલો ઉઠા હતા.

તદુપરાંત વોર્ડ નં.૦પમાં એક સ્કૂલ બિલ્ડીંગના નવા બાંધકામની દરખાસ્ત હતી તેમાં કોન્ટ્રાકટર એજન્સીએ પ્રતિ ચોરસ ફટ દીઠ બાંધકામનો ખર્ચ .૧૭,૫૦૦ ભર્યેા હતો આથી આ ભાવ તો ફાઇવ સ્ટાર હોટલના બાંધકામ જેટલા મોંઘા કહેવાય તેમ કહી ચેરમેન ઠાકર દ્રારા દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવતા આ મામલે પણ સભ્યોએ નારાજગી વ્યકત કરી હતી કે આ પ્રકારે દરખાસ્તો પેન્ડિંગ રાખવાનો કોઈ અર્થ નથી જો ખરેખર ઉંચા ભાવ હોય તો દરખાસ્ત નામંજૂર જ કરી દેવી જોઈએ.

યારે વિવિધ કાર્યક્રમોના ખર્ચની મંજૂરીની દરખાસ્ત ચર્ચા પર આવી ત્યારે મ્યુનિસિપલ કમિશનરે દિવાળી કાર્નિવલના કુલ .૭૦ લાખના ખર્ચની દરખાસ્ત એવા નોટિંગ સાથે મોકલી હતી કે પાંચ લાખથી વધુ રકમનો ખર્ચ કરવાનો થતો હોય તેવા સંજોગોમાં ટેન્ડર પ્રક્રિયા કરીને જ કામ આપવું જોઈએ તેવી જોગવાઈ છે. આ દરખાસ્ત અંગે સભ્યો વચ્ચે એવા મતલબની ચર્ચા થઈ હતી કે જો આવી જોગવાઈ હોય તો ટેન્ડર કરીને જ કામ આપવું જોઈએ શા માટે ટેન્ડર વિના કામ આપ્યું હતું !? તદુપરાંત સ્ટેન્ડિંગ કમિટીને ફકત ખર્ચ મંજૂરીની સત્તા જ છે ખર્ચ ચુકવણીની સત્તા કમિશનરની છે આથી આ પ્રકારના નોટિંગ સાથેની દરખાસ્ત મોકલીને કમિશનર સલામત થઈ ગયા છે અને ભવિષ્યમાં કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય તો શાસકોની અને સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોની જવાબદારી ઉપસ્થિત થાય.. તેવા મુદ્દે અમુક નગરસેવકોએ વિરોધનો સુર વ્યકત કર્યેા હતો.જોકે ચેરમેને આ દરખાસ્ત પણ મંજૂર કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application