જૂનાગઢમાં તહેવારોમાં સકકરબાગ ઝૂમાં ૪૮ હજાર પ્રવાસી ઉમટયા: રોપવેમાં લાંબી કતારો

  • November 17, 2023 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીના તહેવારોને લઈ મીની વેકેશન હોવાી પ્રવાસન ધામ જૂનાગઢમાં આવેલા વિવિધ પ્રવાસન સ્ળોએ લોકો ઉમટી પડ્યા હતા. જુનાગઢ પ્રવેશતા જ માર્ગો પર ટ્રાફિક જામ જોવા મળતો હતો દોલતપરાી મજેવડી દરવાજા સુધીના માર્ગ પર ચક્કા જામ જેવી સ્િિત સર્જાઈ હતી રવિવારી જ ફરવાના સ્ળોએ પ્રવાસીઓનો ઘસારો શરૂ યો હતો. ગિરનાર પર્વત પર એશિયાના સૌી મોટા રોપવે ની સફર માણવા લોકોએ અગાઉી જ એડવાન્સ બુકિંગ કર્યું હતું અને સફર માણવા કતાર લગાવી હતી.૭ મિનિટની રોપવેની રોમાંચક સફર ઉપરાંત લીલીછમ હરિયાળી અને પ્રાકૃતિક સૌંદર્ય નો નજારો મેળવી લાખો ભાવિકોએ ગિરનારની સફર કરી માં અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પ્રવાસીઓએ રોપવે ઉપરાંત પગીયા પગપાળા ચડી પહોંચ્યા હતા. ઉષા બ્રેકો કંપની દ્વારા પ્રવાસીઓને ટિકિટ મળી રહે તે માટે ગ્રાઉન્ડ ખાતે વ્યવસ ઉપલબ્ધ કરાવી હતી અને અપર સ્ટેશનમાં પ્રવાસીઓને આવકારવા વિવિધ કાર્ટૂન કેરેક્ટર અને સેલ્ફી ઝોન પણ રાખવામાં આવ્યા હતા જેનો પ્રવાસીઓએ લાભ લીધો હતો. રવિવાર ી ગુરૂવાર પાંચ દિવસ દરમિયાન રોપવેનો ૨૨,૨૫૦ પ્રવાસીઓએ લાભ લીધો હતો. 


 ઉપરકોટ કિલ્લ ાને સવાણી હેરિટેજ ક્ધઝર્વેશન ટ્રસ્ટ દ્વારા કરોડોના ખર્ચે નવા રંગ રૂપ આપ્યા બાદ દિવાળીની રજાઓમાં આ વર્ષે ઉપરકોટ ની મુલાકાત પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહી હતી રવિવારી જ ઉપરકોટ ખાતે પ્રવાસીઓ મુલાકાતે આવી રહ્યા હતા દિન પ્રતિ દિન પ્રવાસીઓની સંખ્યામાં વધારો તાં ઉપરકોટના પ્રવેશ દ્વારી જગમાલ ચોક માર્ગ સુધીના રસ્તા પર પ્રવેશ માટે  પ્રવાસીઓએ લાંબી કતારો લગાવી હતી ઉપરકોટ તરફના માર્ગ પર ભારે ભીડ જોવા મળી હતી. ઉપરકોટના મેનેજર રાજેશ તોતલાણી અને મિતેશ પાટીદારના માર્ગદર્શન હેઠળ પ્રવાસીઓને પ્રવેશ માટે સરળતા રહે તે માટે બેરીકેટ લગાવવામાં આવ્યા હતા તો નાના બાળકોને મનોરંજન મળી શકે તે માટે કાર્ટૂન કેરેક્ટર પણ રાખવામાં આવ્યા હતા નાના બાળકોને ચોકલેટ બાળાઓને ગુલાબનું ફૂલ આપી આવકારવામાં આવ્યા હતા. ઉપરકોટમાં રહેલ વિવિધ પ્રકલ્પોને નિહાળી લોકો આનંદિત યા હતા. આ ઉપરાંત આરોગ્યની તકેદારી માટે અને કસરત મળી રહે તે માટે સાયકલિંગ ટ્રેકમાં સાયકલિંગ કરી લોકોએ મજા માણી હતી. રવિવારી ગુરૂવાર સુધી પાંચ દિવસમાં ઉપરકોટ કિલ્લ ામાં ૪૨,૦૦૦ ભારતીયો અને ૨૦ વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. ઉપરકોટ કિલ્લ ા સવાણી ક્ધઝર્વેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત મહાબત મકબરાની ૩,૦૦૫ ભારતીય અને ૨૭ વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત 


જૂનાગઢમાં ફરવા માટે ના સ્ળોમાં મજેવડી દરવાજા ખાતે પ્રાચીન સિક્કાઓના સંગ્રહાલય ઉપરાંત રેલવે સ્ટેશન સામે આવેલ સરદાર ગેટ ગેલેરી અને સરદાર બાગ ખાતે આવેલ મ્યુઝિયમ માં પણ પ્રવાસીઓ નો ઘસારો રહ્યો હતો સિક્કાઓના સંગ્રહાલયમાં ભારતની આઝાદી ના સમયગાળાી લઈ વર્તમાન સમયના સિક્કાઓ નિહાળી લોકો રોમાંચિત યા હતા તો સરદાર ગેટ ગેલેરીમાં સરદાર વલ્લ ભભાઈના સંસ્મરણો અને સેલ્ફી ઝોન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા .મજેવડી દરવાજા ખાતે આવેલ પ્રાચીન સિક્કાઓના સંગ્રહાલય ની ૩૨૫ ભારતીય અને ચાર વિદેશીઓએ તા રેલ્વે સ્ટેશન સામે આવેલ સરદાર ગેટ ગેલેરીમાં ૨૧૯ પ્રવાસીઓ અને ૨ વિદેશીઓએ મુલાકાત લીધી હતી. 
​​​​​​​
જૂનાગઢમાં રજાના દિવસોમાં આકર્ષણનું કેન્દ્ર એવા નવાબી કાળના સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પણ રજાના દિવસોમાં હકડે ઠઠ માનવ મેદીની ઉમટી પડી હતી પ્રાચીન પ્રાણીસંગ્રહાલયમાં એશિયાટિક સિંહ ઉપરાંત, ૫૦ ી વધુ પશુ પક્ષીઓની પ્રજાતિ માછલીઘર સહિતના આકર્ષણો નિહાળી પ્રવાસીઓ રોમાંચિત યા હતા. પાંચ દિવસ દરમિયાન માનવ મેદની ઉમટી પડતા સકરબાગ ના પાર્કિંગ મા વાહનોી ભરચક યા હતા પ્રવાસીઓ ઉપરાંત મોટી સંખ્યામાં શાળાના બાળકોએ પણ સકરબાગની મુલાકાત લીધી હતી. સકરબાગ ના નિયામક નીરવ કુમારના જણાવ્યા મુજબ પ્રવાસીઓના ઘસારાને લઇ સકકરબાગ પ્રાણીસંગ્રહાલયને બુધવારે રજા ના દિવસે પણ ખુલ્લ ું રાખવામાં આવ્યું હતું શનિવારી  ગુરૂવાર સુધીના છ દિવસ દરમિયાન સકરબાગમાં ૪૭,૪૯૩ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા તા હજુ પણ આગામી દિવસોમાં પરિક્રમા આવનાર હોય પરિક્રમા ના સમયગાળા સુધી સકકરબાગમાં પ્રવાસીઓનો ઘસારો રહેશે. 


 જૂનાગઢ ના નવાબી સમયના સંસ્મરણો દર્શાવતા સરદારબાગ મ્યુઝિયમમાં પણ લોકોએ મુલાકાત લીધી હતી.ભવના તળેટી ખાતે ચકડોળ તા ખાણીપીણી નો આનંદ લઇ પ્રવાસીઓ કુદરતી વાતાવરણનો આહલાદક અનુભવ માણી રહ્યા હતા ગુલાબી ઠંડીમાં ગરમાગરમ ચા અને કાવો પી લોકો મજા માણી રહ્યા હતા આ ઉપરાંત જવાહર રોડ મુખ્ય સ્વામિનારાયણ મંદિર અક્ષર વાડી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, જુનાગઢ આસપાસના ગાંઠીલા, સતાધાર, વીરપુર, ખોરાસા સહિતના સ્ળોએ પણ માનવ મેદની ઉમટી પડી હતી. જૂનાગઢમાં લાખો ભાવિકોના આગમની હોટલો ગેસ્ટ હાઉસ અને ખાણીપીણીના ધર્ંધાીઓને ત્યાં ચિક્કાર જન મેદની જોવા મળતી હતી જેી નાના ધર્ંધાીઓને પણ ધંધા રોજગારમાં ફાયદો યો હતો જેી જૂનાગઢના ર્અતંત્રને પણ વધુ ગતિ મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application