જોડિયા પંથકમાં ૪૫૫ ટન રેતીનો ગેરકાયદે જથ્થો ઝબ્બે

  • June 06, 2023 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસઓજીની ટુકડી ત્રાટકી : રેતી ઉપરાંત ટ્રક કબ્જે લેવાયો

જોડિયા પંથકમાં રેતી ચોરીનું કૌભાંડ ચાલતુ હોવાની અનેક ફરીયાદો ભુતકાળમાં ઉઠી હતી અને પોલીસે કાર્યવાહી કરી હતી, ખનીજ ખનનના મામલે અગાઉ લોહી રેડાઇ ચુકયુ છે, તાજેતરમાં જ ધ્રોલ વિસ્તારમાં ખનીજનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો દરમીયાન જોડીયાના માધાપર કુનડ, ખીરી વિસ્તારમાં ગેરકાયદે ખનીજનો જથ્થો મળી આવ્યો છે.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી જામનગર જીલ્લાના જોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે રીતે રેતીનું ખનન થતુ અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા અંગે એસઓજીના પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ જે.ડી. પરમાર તથા આ.એસ. બાર તેમજ એસઓજી સ્ટાફના માણસો વર્કઆઉટ કરી રહયા હતા.
દરમ્યાન ખાણ ખનીજને સાથે રાખીને જોડીયા તાલુકાના કુનડ ગામની ડોબર સીમમાં વલ્લભભાઇ ગોઠીની વાડીમાં જોડીયા ગામના નઝીર સતાર સુમારીયાએ રેતીનો આશરે ૧૦૦ ટન ગેરકાયદે જથ્થો રાખેલ છે. જે સીઝ કરેલ છે, જયારે માધાપર ગામની સીમમાં પ્રકાશ નરશી સોલંકી રહે. તારાણાવાળાએ રેતીની આશરે ૩૨૦ ટન ગેરકાયદે જથ્થો રાખેલ હોય જે સીઝ કરેલ છે, તથા ખીરી પાટીયા પાસેથી ટ્રક નં. જીજે૧૨બીવી-૯૦૦૯માં ગેરકાયદે રેતી ૩૫ ટન સાથે મળી આવતા જોડીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application