લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે કુલ 1618 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. તેમાંથી 16 ટકા એટલે કે 252ની વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ છે. નેશનલ ઇલેકશન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સએ ઉમેદવારોના એફિડેવિટ બાદ આ આંકડા જાહેર કર્યા છે.
એડીઆરના રિપોર્ટ અનુસાર 1618 ઉમેદવારો પૈકી 450થી વધુ સામે એક કરોડથી વધારેની સંપત્તિ છે. ભાજપ્ના 90 ટકા ઉમેદવારો કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના 88 ટકા ઉમેદવારો પાસે એક કરોડથી વધુની સંપત્તિ છે. જો કે પ્રથમ તબક્કામાં ચૂંટણી લડનારા 10 ઉમેદવાર એવા પણ છે જેમણે જણાવ્યું છે કે તેમની પાસે કોઇ સંપત્તિ નથી.
તમામ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 4.51 કરોડ છે. તૃણમુલના પાંચ ઉમેદવારોની પાસે સરેરાશ 3.72 કરોડની સંપત્તિ છે. સંપત્તિની બાબતમાં ટોચના ત્રણ ઉમેદવારોમાં કોંગ્રેસના નકુલ નાથ (716 કરોડથી વધુ), એઆઇએડીએમકેના અશોક કુમાર (662 કરોડ) અને ભાજપ્ના દેવનાથન યાદવ ટી (304 કરોડ) સામેલ છે. સૌથી ઓછી સંપત્તિ જાહેર કરનારા ઉમેદવારો કોંગ્રેસના જ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ્ના 77માંથી 28 તથા કોંગ્રેસના 56માંથી 19 ઉમેદવારો વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ છે. રાજદના આ તબક્કાના ચારેય ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ દાખલ છે. ડીએમકે, સપા, ટીએમસી અને બીએસપીના ક્રિમિલ કેસવાળા ઉમેદવારોનું પ્રમાણ અનુક્રમે 59, 43,40 અને 13 ટકા છે. 102માંથી 42 લોકસભા બેઠકો પર રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રેડ એલર્ટ એવી બેઠકો માટે જારી કરવામાં આવે છે જેના પર ત્રણથી વધારે ઉમેદવારો પર ક્રિમિનલ કેસ દાખલ હોય છે.
ઉલ્લેખનીય છે કે 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થશે જેમા 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો માટે મતદાન થશે. આ વખત સાત તબક્કામાં મતદાન થશે. 19 એપ્રિલ પછી 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂને મતદાન થશે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં સાત તબક્કામાં ચૂંટણી થવાની છે. ચાર જૂને પરિણામ જાહેર કરવામાં આવશે. એડીઆરના રિપોર્ટ અનુસાર 10 ટકા ઉમેદવારો વિરુદ્ધ ગંભીર કેસો દાખલ છે. સાત ઉમેદવારો પર હત્યા, 18 સામે મહિલાઓની વિરુદ્ધ બળાત્કાર જેવા અપરાધ, 35 ઉમેદવારો વિરુદ્ધ હેટ સ્પીચના કેસ દાખલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech