સતીશ કૌશિશના નિધનથી 45 વર્ષ જૂની મિત્રતા તૂટી..અંતિમ યાત્રામાં રડી પડ્યા અનુપમ ખેર,સોશ્યલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

  • March 10, 2023 04:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaalteam 

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા સતીશ કૌશિકનું આજે સવારે નિધન થયું છે. સતીશ કૌશિકના નિધનના સમાચાર સાંભળીને દરેક લોકો હતાશ  છે. સિને જગતના આ અદ્દભુત ફિલ્મ સર્જક અને અભિનેતાની વિદાયથી ફિલ્મ જગતમાં શોકનો માહોલ છવાયો  છે. સતીશ કૌશિકના નિધનની માહિતી તેમના ખાસ મિત્ર અને બોલિવૂડ સુપરસ્ટાર અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર આપી હતી. આ દરમિયાન અનુપમ ખેર સતીશ કૌશિકની અંતિમ વિદાય પર રડતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે અનુપમનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અભિનેતા સતીશ કૌશિકના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે એમ્બ્યુલન્સમાં મુંબઈના વર્સોવા શમશાન ઘાટ પર લઈ જવામાં આવ્યો છે. જ્યાં સતીશ કૌશિક પાંચ તત્વો સાથે ભળી ગયા છે. સતીશ કૌશિકની અંતિમ વિદાય પ્રસંગે અનુપમ ખેર પણ એમ્બ્યુલન્સમાં હાજર હતા. આ પ્રસંગનો એક વીડિયો ઈન્સ્ટન્ટ બોલિવૂડ દ્વારા તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સતીશ કૌશિકના મૃત્યુથી અનુપમ ખેરનું હૃદય ખરાબ રીતે તૂટી ગયું છે અને અનુપમ પોતાના મિત્રના મૃત્યુના શોકમાં ધ્રૂસકે ધ્રૂસકે રડતા જોવા મળે છે.

સતીશ કૌશિકના નિધનના સમાચાર સૌથી પહેલા અનુપમ ખેરે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કર્યા હતા. આ ટ્વિટમાં અનુપમ ખેરે સતીશ કૌશિક સાથેની એક તસવીર શેર કરી અને લખ્યું કે - હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પરંતુ મેં સપનામાં પણ ક્યારેય વિચાર્યું ન હતું કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર સતીશ કૌશિક માટે આ વાત લખીશ. 45 વર્ષની મિત્રતા અચાનક આવી રીતે તૂટી ગઈ. ઓમ શાંતિ, તારા વિના જીવન ક્યારેય સરખું નહીં રહે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application