જામનગર પંથકમાં મહિલાઓ સહિત 44 જુગારી ઝબ્બે

  • September 18, 2023 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેઘપર, ગાંધીનગર, મોટાવડાળા, પાણાખાણ, ઇન્દીરા સોસાયટી, વિનાયકપાર્કમાં પોલીસના દરોડા, રોકડ અને સાહિત્ય જપ્ત


જામનગર શહેર-જીલ્લામાં તિનપતીનો જુગાર રમતા મહિલા સહિત 44ને અટકમાં લઇ રોકડ સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મેઘપર ગામમાં મઢુલી પાસે જાહેરમાં જુગાર રમતા મેઘપરના મુળ યુપીના અજયકુમાર પરસોતમ સાહમી, રામચંદ્ર અંગુપ્રસાદ ચૌધરી, જયપ્રકાશ રાજેન્દ્ર સહાની, કનૈયાલાલ રામનરેશ નિશાંત, પ્રકાશકુમાર કલંદર સાહની, રામજી મુરલી સહાની, રાજુ પંખડુ સહાની, સોનુ રાજકુમાર ગુપ્તા, લલનકુમાર હરગોવિંદ મહંતો, નરોતમ શંભુ સહાની, શંકર નિશાદ રામચંદ્ર, બચાનું રામચંદ્ર સહાની, શિવધારી બબુ યાદવને રોકડા 25100 અને ગંજીપતા સાથે પકડી લીધા હતા.


બીજા દરોડામાં જામનગરના ઇન્દીરા સોસાયટી 9-એમાં તિનપતીનો જુગાર રમતા નેહાબેન કેતન ભટ્ટી, મીનાબેન વશરામ પરમાર, ગીતાબેન ગીરીશ સોલંકી,  મધુવન સોસાયટીના મંજુલાબેન રણછોડ સોલંકી, ભારતીબેન દિપક સોલંકી,  હિંગળાજ એપાર્ટમેન્ટ ફલેટ-4માં રહેતા કુસુમબેન ભરત છાંટબાર, ઓધવરામ એપાર્ટમેન્ટમાં રહેતા કવિતાબેન મનોજકુમાર ટીમાણીની અટકાયત કરી 12150ની રોકડ જપ્ત કરવામાં આવી હતી.


ત્રીજા દરોડામા વિનાયક પાર્ક મધુરમ રેસીડેન્સી પાસે તિનપતીનો જુગાર રમતા પારસ ઉર્ફે પરેશ રામજી ડગરા, બાલાજીપાર્કના ભાવેશ રાજુ ચૌહાણ, મધુવન સોસાયટીના અતુલ ભોજા એરંડીયા, નામોરી મેઘજી ડગરા, ગામજી નાથા દાફડા અને ગણેશવાસના રમેશ ભીમા પરમારને રોકડ 36360 સાથે દબોચી લીધા હતા.


આ ઉપરાંત ગાંધીનગર ગંગેશ્ર્વર મંદિર પાસે તિનપતીનો જુગાર રમતા ધરારનગરના હસીનાબેન નુરમામદ શેખ, મચ્છરનગરના કલ્પનાબેન ધર્મેન્દ્ર કાતરાણી, સાનીયા ઉર્ફે સાયરા ઇબ્રાહીમ શેખ, ગાંધીનગરના શિતલબા કનકસિંહ જાડેજા, રાજેશ્ર્વરીબા વિજયસિંહ ઝાલા, સમર્પણ સર્કલ ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા મુળ હાથલા, ચિરાગ નાથા કારેણા અને બેડેશ્ર્વરના સાલેમામદ હુશેન શેખને રોકડ 5770 સાથે પકડી લીધા હતા.


મોટાવડાળા ગામે ખુલ્લામાં જુગાર રમતા વિશાલ રમેશ સાડમીયા, જેરામ ગગજી સાડમીયા, બાબુ પોપટ સાડમીયા અને મોટાવડાળાના સામજી શિવા વાઘેલાને રોકડ 1700 સાથે પકડી લીધા હતા તેમજ જામનગર પાણાખાણમાં જુગાર રમતા કનસુમરાના અકબર મામદ હરીપરીયા, પાણાખાણના રમેશ લાલજી જોગલ, ભોલા સુકારી ચૌધરી, આકાશ રઘુવીર રાઠોડને રોકડ, 3660 સાથે પકડી લીધા હતા. આ ઉપરાંત કાલાવડ હાઇસ્કુલ આગળ નાલા પાસે જાહેરમાં એકીબેકીનો જુગાર રમતા સહદેવ મનોજ સોલંકી, સાહીલ નરેશ કાંજીયા, પ્રકાશ ચમન પરમારને રોકડ 1740 સાથે પકડી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application