જામનગર જીલ્લામાં ૨૪ જુગારણ સહિત ૪૪ની અટકાયત

  • August 26, 2023 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બુટાવદર, ગીંગણી, બાલવા, ગોકુલનગર, મોહનનગર, પટેલ નગર, ધુંવાવ, લાલપુર, નુરી ચોકડી, પટેલનગર અને વિજરખીમાં પોલીસ ત્રાટકી

જામનગર જિલ્લામાં શ્રાવણી જુગારને મોસમ પુર બહારમાં ખીલી છે, અને અનેક જુગારીયા તત્વો મેદાનમાં આવી ગયા છે. તેમાં મહિલાઓએ પણ પુરજોશમાં ઝુકાવ્યું છે. ગઈકાલે પોલીસે પાડેલા દરોડાઓમાં પુરુષ કરતાં સ્ત્રીઓની સંખ્યા વધુ જોવા મળી હતી. પોલીસે જુદા-જુદા દસ સ્થળોએ દરોડા પાડી જુગાર રમતી ૨૪ મહિલાઓ સહિત ૪૪ જુગારીઓની રોકડ, મોબાઇલ સહિતની મત્તા સાથે અટકાયત કરી હતી.
શહેરના ગોકુલનગર વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી સી ડિવિઝન પોલીસે છાપો મારતા ગોકુલનગર સાયોના શેરી નં. ૫ વાળી ગલીમાં જાહેરમાં જુગાર રમતી દક્ષાબા મહિપતસિંહ કેર, ગીતાબા દિલીપસિંહ જાડેજા, સોનલબા લખુભા જાડેજા, નિશાબા રુપસિંહ જાડેજા, હિનાબેન ગુણવંત પંચાસરા, વંદનાબેન જગદીશ લાલવાણી, રોશનબેન સુલતાન ખફીને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ રકમ ૧૫,૩૩૦ કબજે કરી હતી.
જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલ પટેલનગર-૩માં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમાઇ રહ્યો હતો ત્યારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી, જુગાર રમતા મહેશ મગન દાસાણી, હીરેન મહેશ દાસાણી, મુળજી  પેરાજ કટારમલ, કાન્તી રામજી પરમાર, જયેશ ગીરીશ રાઠોડ, વિજય ગોવિંદ ચૌહાણ, જીજ્ઞેશ ગીરીશ રાઠોડ અને દામજી નારણ મકવાણાને ઝડપી લીધા હતા અને આરોપીઓ પાસેથી રોકડ રકમ ૧૨,૬૦૦ તેમજ ૨૬ હજારની કિંમતના છ મોબાઇલ ફોન પણ કબ્જે કર્યા હતાં.
પંચ એ. પોલીસે વિજરખી પેટ્રોલપંપની પાછળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમતાં શાંતી મનસુખ પંડયા, અતુલ બચુ કારીયા, જેન્તીભાઇ ભુરા ચીખલીયા, સચીન બાબુ જોષીને રોકડ રકમ રૂા. ૧૬,૫૦૦ સાથે અટકાયત કરી હતી. જયારે દિગુભા દિલીપસિંહ દરબાર રહે. મોટા થાવરીયા નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરી છે.
જામનગર શહેરના મોહનનગરના આવાસ બિલ્ડીંગ-૪ના પાર્કીંગ એરીયામાંથી જુગાર રમતા દીપક ટપુ સુમણીયા, મનોજ ભગવાનજી નકુમ, રવિ સુરેશ ટંકારીયા, ભાવિન વલ્લભ નકુમ, અરવિંદ શાંતીદાસ ગોંડલીયા, સુરેશ કરશન ટંકારીયા, ઇલાબેન મનોજ નકુમ, અસ્મીતાબેન રવિ ટંકારીયા, ઉમાબેન દિપક સુમણીયા, અનીતાબેન અજય સીકોતર, હેમાબેન રુષુ સુમણીયા, રમીલાબેન અરવિંદ ગોંડલીયાને સીટી એ ડિવિઝન પોલીસે રોકડ રકમ ૧૦૫૩૦ અને ૮ મોબાઇલ મળી કુલ ૩૦૭૩૦ સાથે અટકાયત કરી હતી.
પંચ એ. પોલીસે ધુંવાવ ગામમાં દરોડો પાડી જુગાર રમી રહેલી રેશ્માબેન  કરીમ બુખારી, ફાતમાબેન અનવર ખુરેશી, મરીયમબેન ઇશા સંધી અને મનીષ  પોપટ પરમારને રોકડ રકમ ૧૪૫૦ સાથે અટકાયત કરી હતી.
જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા મંજુબેન પરબત મકવાણા, સમીરાબેન જગદીશ ઉર્ફે જોગી મકવાણા, હેતલબેન  જેઠા મકવાણા અને કારા ગોવિંદ મકવાણાને શેઠવડાળા પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રકમ ૧૦૬૦ હસ્તગત કરી હતી.
જામજોધપુર તાલુકાના ગીંગણી ગામની ઇન્દીરા સોસાયટીમાં જાહેરમાં ગંજીપત્તા વડે તીનપતી રોન પોલીસનો જુગાર રમતા લીલાબેન ભીખુ ડાભી, વિજુબેન સોમા ભીલાડા, નીશાબેન પ્રવિણ લુદરીયા, દિવાળીબેન દિપક ચૌહાણને જામજોધપુર પોલીસે અટકાયતમાં લીધા હતા અને તેની પાસેથી ૩૫૩૦ રોકડ રકમ કબજે કરી હતી.
આ ઉપરાંત જામનગરના દરબારગઢ ચોકી પાછળ રહેતા મુનાફ આમદ ભુકીને વર્લીનો જુગાર રમતા નુરી ચોકડી પાસેથી રોકડા ૯૧૦ અને ચિઠ્ઠી સાથે પકડી લીધો હતો જયારે ગરીબ નવાઝ સોસાયટીમાં રહેતો જાવીદ ખફી નાશી છુટયો હતો, તેમજ લાલપુરના મુકેશ બાબુ કંટારીયાને વર્લીનો જુગાર રમતા ૨૭૦ સાથે દબોચી લીધો હતો અને ઉગમણા ઝાપે રહેતા યુસુફ ઓસમાણ લાખાને વર્લીનો જુગાર રમતા રોકડા ૫૩૦ તથા એક કાપલી સાથે પકડી લીધો હતો.
વધુ એક દરોડામાં જામજોધપુરના બાલવા ગામમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા હમીર બિઝલ ઘુડા, વિનોદ લાભુ ઘુડા, ઉમેશ કાંતી વાઘેલા અને ગૌતમ હમીર ઘુડાને સ્થાનીક પોલીસે દરોડા દરમ્યાન રોકડા ૨૪૬૦ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application