પેટીએમનો ઉપયોગ કરી રહેલા લગભગ ૪૨% સ્થાનિક કરિયાણા વેપારીઓએ અન્ય પેમેન્ટ એપ પર સ્વિચ કયુ છે અને અન્ય ૨૦% કિરાના સ્ટોર્સ તેને અનુસરવાની યોજના ધરાવે છે તેમ કિરાના કલબ દ્રારા કરવામાં આવેલા અભ્યાસ માં દર્શાવાયું છે. કિરાના કલબના નેટવર્કમાં દેશભરમાં દોઢ કરોડ કરિયાણા વેપારીઓ સામેલ છે.
ભારતીય રિઝર્વ બેંકે ગયા અઠવાડિયે દેશની સૌથી મોટી પેમેન્ટ એપ પૈકીની એક પેટીએમને સુપરવાઇઝરી ચિંતાઓ અને નિયમોનું પાલન ન કરવાને કારણે ૨૯ ફેબ્રુઆરી પછી નવી થાપણો સ્વીકારવાનું બધં કરવા અને ક્રેડિટ ટ્રાન્ઝેકશન નહીં કરવાના નિર્દેશ આપ્યા બાદ આ બન્યું છે.
પેટીએમ દ્રારા તેની એપ્લિકેશન દ્રારા વપરાશકર્તાઓને ખાતરી આપવામાં આવે છે કે એપ્લિકેશન ૨૯ ફેબ્રુઆરી પછી પણ સામાન્ય રીતે કામ કરવાનું ચાલુ રાખશે જોકે તેઓ તે તારીખ પછી પેટીએમ વોલેટમાં પૈસા ઉમેરી શકશે નહીં છતાં અન્ય એપ તરફ સામૂહિક હિજરત ચાલુ છે. કિરાના કલબ દ્રારા સર્વેક્ષણ કરાયેલા લગભગ ૬૯% મોમ–એન્ડ–પોપ સ્ટોર્સ પેટીએમનો ઉપયોગ કરી રહ્યાં છે અને તેમાંથી બે તૃતીયાંશ કરતાં વધુ લોકોએ કહ્યું કે આરબીઆઈના પ્રતિબધં પછી પેમેન્ટ એપમાં તેમનો વિશ્વાસ ઘટી ગયો છે. જો કે, તેઓને પૂરો વિશ્વાસ છે કેઆ સમસ્યા તેમના વ્યવસાયને અસર કરશે નહીં.
યારે રેગ્યુલેટરી ઓથોરિટી દ્રારા લાદવામાં આવેલ પ્રતિબંધપેટીએમને નુકસાન કરી શકે છે પણ કરીયાણા સ્ટોર્સ વધુ ચિંતિત નથી કારણ કે તેમની પાસે વૈકલ્પિક ચુકવણી વિકલ્પો ઉપલબ્ધ છે તેમ કિરાના માલિકો માટે નેટવકિગ પ્લેટફોર્મ કિરાના કલબના સ્થાપક અંશુલ ગુાએ જણાવ્યું હતું. અમાં તાજેતરનું સર્વેક્ષણ એ પણ સૂચવે છે કે તમામ રાજયોમાં કરિયાણાવાળાઓએ પહેલેથી જ વ્યવસાયિક કામગીરીને સરળ બનાવવા માટે અન્ય પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે અથવા તેનો ઉપયોગ કરવાની યોજના બનાવી લીધી છે.
કિરાના કલબના ડેટા અનુસાર, જે રિટેલરોએ અન્ય પેમેન્ટ એપનો ઉપયોગ કરવાનું શ કયુ છે અથવા તેનો ઉપયોગ કરવાનું આયોજન કયુ છે, તેમાંથી અડધા લોકો ફોનપે પસદં કરે છે, ત્યારબાદ ૩૦% ગુગલપે પર અને ૧૦% લોકો ભારતપે તરફ વલણ ધરાવે છે. ભારતમાં, ઝડપી ચાલતા કન્યુમર ગૂડઝના વેચાણમાં કિરાનાવાલાઓનો હિસ્સો ત્રણ–ચતુથાશ છે અને મોટાભાગની કંપનીઓ સીધી પહોંચ વધારવાનો પ્રયાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech