રાજ્યના સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા કરાયો છે. પરંતુ નિયમની અમલવારી ન કરતા સરકારી બાબુઓને ઝડપવા ગઈકાલે જૂનાગઢ પોલીસે સરકારી કચેરી બહાર હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરી છે. પ્રથમ દિવસે હેલ્મેટ વગર વાહન ચલાવતા 41 સરકારી કર્મીને દંડ ફટકારવામાં આવ્યો હતો.નિયમની અમલવારી કરનાર વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી આવકાયર્િ હતા. રાજ્યના સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવાનો આદેશ છે.ડીજીપી દ્વારા નિયમની અમલવારી કરવાના આદેશ બાદ ગઈકાલ સવારથી જૂનાગઢ પોલીસ દ્વારા સરકારી કચેરી બહાર ડ્રાઇવ શરૂ કરી હતી.જૂનાગઢમાં મહાનગરપાલિકા, વન વિભાગ, બહુમાળી ભવન, સહિતની સરકારી કચેરી બહાર બોડી વોર્ન કેમેરા સાથે પોલીસની વિવિધ ટીમ દ્વારા ચેકિંગ કરાયું હતું.શહેરમાં ગઈ41 government employees fined for driving without helmets in Junagadhકાલે ડ્રાઇવના પ્રથમ દિવસે 41 સરકારી કર્મીઓને 20,500નો દંડ ફટકાર્યો હતો. ગેટ પાસે જ પોલીસને નિહાળી અનેક સરકારી બાબુએ આસપાસના વિસ્તારોમાં વાહન પાર્ક કરી કચેરીમાં પ્રવેશ મેળવ્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ પહેરી વાહન ચલાવનાર સરકારી બાબુઓને ગુલાબનું ફૂલ આપી આવકાયર્િ હતા.ટ્રાફિક ડ્રાઈવની કડક અમલવારીથી નિયમનો ભંગ કરતા વાહન ચાલકોમાં દોડધામ થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PM૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech