ગુજરાતમાં વધુ એક HMPV વાયરસનો પોઝિટિવ કેસ નોંધાતાં અત્યારસુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંક 8 પર પહોંચ્યો છે. અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. શહેરના ગોતા વિસ્તારમાં રહેતું 4 વર્ષનું બાળક HMPV પોઝિટિવ આવતા સારવાર અર્થે એસજી હાઈવે પર આવેલી SGVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. બાળકને તાવ, શરદી અને કફ થયો હતો. 28 જાન્યુઆરીના રોજ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. બાળકની દેશ કે વિદેશમાં કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી.
ગુજરાતમાં HMPVનો પ્રથમ પોઝિટિવ કેસ 6 જાન્યુઆરીએ સામે આવ્યો હતો. હકિકતમાં એ કેસ અમદાવાદના ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં 26 ડિસેમ્બરે જ નોંધાઈ ચૂક્યો હતો, જોકે હોસ્પિટલ દ્વારા તંત્રને જાણ મોડી કરવામાં આવતાં 6 જાન્યુઆરીએ કેસ સામે આવ્યો હતો. 26 ડિસેમ્બરથી લઇ 28 જાન્યુઆરી સુધીમાં કુલ 8 જેટલા HMPVના કેસ પોઝિટિવ આવ્યા છે. આઠમાંથી પાંચ બાળકો છે. જ્યારે ત્રણ દર્દીઓ વૃદ્ધ છે.
બાળ દર્દીઓને શરદી, ખાંસી, તાવ, અને કફની તકલીફ હતી. જ્યારે અન્ય વૃદ્ધ દર્દીઓને અસ્થમા અને સુકી ખાંસી તેમજ શરદીની તકલીફ હતી. એકપણ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. તમામ દર્દીઓને સારવાર વખતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં ચાર દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. અમદાવાદમાં કુલ સાત જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જોકે, આ HMPVને લઈને અત્યારે ગભરાવવાની જરૂર નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવન મંત્રીએ જામનગરના લાલવાડી વિસ્તારમાં વનકવચનું લોકાર્પણ
April 30, 2025 12:00 PMમાધવપુરમાં ૨–મેએ ગેરકાયદે બાંધકામો પર તંત્ર બૂલડોઝર ફેરવશે
April 30, 2025 11:56 AMભગવાન પરશુરામ જન્મોત્સવની ષોડસોેપચાર પૂજન વિધિ સાથે ઉજવણી
April 30, 2025 11:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech