શહેરના પાનવાડી વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલી બે કાર સાથે ભાવનગર અને બોટાદના ચાર શખસને ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ઝડપી પાડી કારમાં છુપાવી રખાયેલી દારૂની બોટલો નંગ-૮૬૪ બરામત કરી પુછપરછ કરતા ગઢડાના શખસ પાસેથી વિદેશી દારૂનો જથ્થો વેંચવા માટે લાવ્યાનું ખુલવા પામ્યું હતું.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર લોકલ ક્રાઇમ બાન્ચ-પેરોલ ફ્લો સ્કવોડના પોલીસ સ્ટાફ શહેર, વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, પ્રતાપ જગુભાઈ ખાચર (રહે.તુરખા રોડ, ભાવનગર) તથા હાર્દીક દિનેશભાઈ પરમાર (રહે. નિર્મળનગર, ભાવનગર) તથા નાસીર ઝાકીરભાઈ કુરેશી તથા ભાવેશભાઈ બટુકભાઇ ભીમાણી (રહે.બંન્ને બોટાદ) પોતાની કબ્જા ભોગવટાની સિલ્વર કલરની વોક્સ વેગન ફોર વ્હીલ નં.ૠઉં-૨૫-અ-૨૫૧૬ માં તથા બ્લુ કલરની સ્વીફ ફોર વ્હીલ રજી.નં. ૠઉં-૩૩-ઋ- ૭૦૧૦ માં બહારથી ગે. કા. ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી વેંચાણ માટે લાવેલ છે અને તેઓ પાનવાડી, બજરંગદાસ હોસ્પિટલ વાળા રસ્તે બી.એસ.એન.એલ.ની ઓફીસ સામે રોડ ઉપર બંન્ને ગાડીમાંથી ઇંગ્લીંશ દારૂની હેરાફેરી (કટીંગ) કરે છે. જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં બન્ને કાર સાથે રહેલા પ્રતાપ જગુભાઈ ખાચર (ઉવ.૨૬ ધંધો.ડ્રાઈ વીંગ રહે.સરસ્વતી સ્કુલ પાસે, હનુમંતપુરી સોસાયટી, તુરખારોડ, બોટાદ), હાર્દીક હિતેશભાઈ પરમાર (ઉવ.૩૩ રહે કેસરબાગ પાસે, શેરી નં.૦૪, નિર્મળનગર, ભાવનગર), નાસીર ઝાકીરભાઈ કુરેશી (ઉવ.૨૮ રહે.પઠાણવાડી, ખસરોડ, બોટાદ), ભાવેશ બટુકભાઈ ભીમાણી (ઉવ.૩૦ રહે.ચકલા ગેઇટ પોલીસ ચોકી પાસે,ભૈરવાનો ચોક, બોટાદ)મળી આવતા તમામની ધરપકડ કરી બન્ને કારની ઈ તલાશી લેતા તેમાં છુપાવી રખાયેલી વિદેસી દારૂની નાની બોટલો ૠછઊઊગ કઅઇઊક ઊડઙઘછઝ જઙઊઈઈંઅક ઠઇંઈંજઊંઢ ૧૮૦ ખકની બોટલો નંગ-૪૩૨, ૮ઙખ જઙઊઈઈંઅક છઅછઊ ઠઇંઈંજઊંઢ ૧૮૦ ખક ની બોટલો નંગ-૪૩૨ કુલ બોટલો નંગ- ૮૬૪ (કુલ કિ.રૂ. ૯૯,૬૮૦)મળી આવતા બરામત કરી વિદેશી દારૂ, બન્ને કાર, ચાર મોબાઈલ મળી કુલ રૂા. ૮,૧૦,૬૮૦નો મુદામાલ બરામત કરી શખસોની પુછપરછ કરતા મુન્ના ઉર્ફે મુડીયો સંધી (રહે.ગઢડા જી. બોટાદ) પાસેથી દારૂનો જથ્થો વેંચવા માટે લાવેલ હોવાની કબુલાત આપી હતી. જેના પગલે ક્રાઈમ બ્રાંચે પાંચેય શખસ સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનની અલગ- અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી વે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMથાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નનો કાયદો લાગુ, સમલૈંગિક યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, એશિયાનો ત્રીજો દેશ બન્યો
January 23, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech