હિટવેવ વચ્ચે પણ વેકેશનનો ટ્રાફિક નીકળતા રાજકોટ એસટીની દૈનિક આવક રૂ.૭૦ લાખે પહોંચી છે, સામાન્ય દિવસોમાં દૈનિક આવક રૂ.૬૦ લાખ રહેતી હોય છે પરંતુ હાલ વેકેશનનો ટ્રાફિક નીકળતા આવકમાં ૧૦ લાખનો વધારો થયો છે. અલબત્ત હજુ એક્સ્ટ્રા બસો દોડાવવી પડે તેટલો ટ્રાફિક નથી પરંતુ ડેઇલી શેડ્યુલની તમામ બસો ફૂલ પેક દોડી રહી છે તેમજ એડવાન્સ બુકિંગ માટે પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે, રાજકોટ એસટી ડિવિઝન હેઠળના તમામ નવ ડેપોના મેનેજરો સાથે ચર્ચા કરી આજે તેઓ એક્સ્ટ્રા બસ સેવા શરૂ કરવા અંગેનું પ્લાનિંગ કરશે. તેમણે ઉમેર્યું હતું કે તા.૨૮ને સોમવારથી એક્સ્ટ્રા બસ શરૂ કરવાની તૈયારી હતી પરંતુ હજુ સુધી એક્સ્ટ્રા બસ મુકવી પડે તેટલો ટ્રાફિક નથી.આગામી દિવસોમાં રાજકોટ એસટી બસ પોર્ટથી દ્વારકા, સોમનાથ, અમદાવાદ, સુરત, જૂનાગઢ, અમરેલી, ભુજ, ભાવનગર સહિતના રૂટ તેમજ વિવિધ પ્રવાસન સ્થળો અને તીર્થધામોના રૂટ ઉપર વેકેશન એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન છે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા ૬૦ એક્સ્ટ્રા બસ દોડાવાશે તદઉપરાંત જરૂર પડે તો વધુ બસ દોડાવવા પણ તૈયારી રાખવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશક્તિવર્ધક ગોળ સ્વાસ્થ્યનાશક બની જાય એટલી તેવી ભેળસેળ
April 30, 2025 03:07 PMમોદીની અધ્યક્ષતામાં બેઠકોનો ધમધમાટ: હુમલાનો બદલો લેવા માટે રોડમેપ તૈયાર
April 30, 2025 03:06 PMખોટા નિર્ણયો ન લો, તે લોકોના વિશ્વાસને હચમચાવી નાખે છે: સુપ્રીમ કોર્ટની નીચલી અદાલતોને સલાહ
April 30, 2025 03:02 PMઘઉં, મસાલા, ઓર્ગેનિકના સીઝનલ હાટડા ખોલનારાઓને ફૂડ લાયસન્સ લેવા નોટિસ
April 30, 2025 03:00 PMસગીરા ઉપર દુષ્કર્મના મોરબીના વિધર્મી આરોપીએ જામીન અરજી પાછી ખેંચવી પડી
April 30, 2025 02:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech