રાજકોટ લોકસભાની ચૂંટણીનો આ વખતનો જગં વધુ ચર્ચાસ્પદ જેવો બની રહ્યો છે. ભાજપ–કોંગ્રેસ બન્ને પક્ષે સામસામે કડવા તથા લેઉવા પાટીદાર ઉમેદવાર ઉભા છે. જેમાં લેઉવા પટેલ ઉમેદવારના સમર્થન માટે જાગો લેઉવા પટેલ જાગોના શિર્ષક હેઠળ વહેતી થયેલી પત્રિકાએ રાજકીય માહોલ ગરમ કર્યેા છે. આ પત્રિકાથી લેઉવા તથા કડવા પાટીદાર સમાજ વચ્ચે જ્ઞાતિ વૈમનશ્ય ઉભુ થતું હોવાના આરોપ સાથે રાજકોટ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ભાજપ દ્રારા ગઈકાલે થયેલી રજૂઆત બાદ ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાંચની ટીમે ત્વરિત ધોરણે લેઉવા પાટીદાર સમાજના ચાર ઈસમોને ઉઠાવી લઈ તાલુકા પોલીસને સોંપતા ચારેયની ધરપકડ કરાઈ છે. પત્રકિા છપાવવા, વિતરણ કરવામાં ચારેય ઈસમો ઉપરાંત કોઈનો રોલ છે કે કે કેમ તે અંગે પોલીસે તપાસ આરંભી છે.
રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદની વિગતો મુજબ મવડી ગામ પાસે ગાયત્રી પાર્ક મેઈન રોડ પર રહેતા ભાજપના વોર્ડ નં.૧૧ના પ્રમુખ મહેશ રવજીભાઈ પીપરિયાને ગઈકાલે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ભાજપ કિશાન મોરચા વોર્ડ નં.૧૧ના મહામંત્રી રાજુભાઈ કાંગરિયાનો ફોન આવ્યો કે પોતે (રાજુ ડાંગરિયા) રાજદિપ સોસાયટીમાં પસાર થતાં હતા ત્યારે કેતન તાળા, પ્રકાશ વેજરાપ, વિપુલ તારપરા તથા દિપ ભંડેરી રાજકીય સોસાયટીમાં ગરે ઘરે પત્રત્રકાઓ નાખતા હતા. આ પત્રિકામાં લેઉવા પટેલ તથા કડવા પટેલ સમાજ વચ્ચે મતભેદ થાય તેવા લખાણ લખેલા છે.
અમે બન્ને (મહેશભાઈ તથા રાજુભાઈ) બાપા સિતારામ ચોક પાસે ભેગા થયા હતા જયાં રાજુભાઈએ પત્રકિા આપી હતી. જેમાં જય સરદાર, જયમા ખોડલ જાગો લેઉવા પયેલ જાગોના શિર્ષક હેઠળ કડવા તથા લેઉવ પટેલ વચ્ચે વૈમનશ્ય ઉભું થયા તે પ્રકારના લખાણ હતા અને બે દાયકા બાદ લેઉવા પટેલ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ પરંપરાગત લેઉવા પટેલની શીટ બનાવી એવા શબ્દો સાથે લેઉવા પટેલ ઉમેદવાર પરેશભાઈ ધાનાણીને સપોર્ટ કરવાની આડકતરી હાંકલ કરાઈ છે અને બન્ને પાટીદાર સમાજ વચ્ચે મતભેદો ઉભા થાય તેવા લખાણ હોવાનો ઉલ્લેખ કરાયો છે.
પત્રિકા સંદર્ભે તાલુકા પોલીસે આઈપીસી ૧૫૩(એ), ૧૮૮, ૧૧૪ તથા લોક પ્રતિનિધિત્વ અધિનિયમન ૧૯૫૦, ૧૯૫૧, ૧૯૮૯ સહિતની કલમ હેઠળ આરોપ મુકીને ગુનો નોંધવામાં આવ્યો છે. પત્રિકા સંદર્ભે ગઈકાલે બપોરે રાજકોટ શહેર ભાજપના હોદેદારો દ્રારા પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરાઈ હતી. જેમાં કડવા તથા લેઉવા પટેલ સમાજ વચ્ચે જ્ઞાતિ વૈમનશ્ય ઉભું થાય તેવા શબ્દો હોવાનો ઉલ્લ ેખ કરી જવાબદારો સામે પગલાં લેવા ભાજપ દ્રારા માગણી કરાઈ હતી.
રાજકીય ગરમાવારૂપ પત્રિકાના પગલે તાત્કાલિક પણે ક્રાઈમ બ્રાંચ એકશનમાં આવી હતી. લેઉવા પાટીદારના ચાર ઈસમો કે જેનો નામ ઉલ્લેખ કરાયો હતો તેને ત્વરિત ઉઠાવી લેવાયા હતા. તાલુકા પોલીસે ગુના આધારે ધરપકડ કરી છે. આ પત્રિકામાં પ્રિન્ટર, પ્રકાશક કોણ તે ઉલ્લેખ નથી, પત્રિકા લોકોમાં વહેંચાઈ, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જે કલેકટર જાહેરનામાનો ભગં થયો છે. ચાર ઈસમો ઉપરાંત પત્રિકા તૈયાર કરનાર, વાયરલ કરનારા કોણ? અન્ય કોઈની સંડોવણી છે કે, નહીં તે મુદે ફરિયાદ અપાઈ હોવાથી પોલીસે ઉપરોકત મુદાઓ આધારે ચારેયની પૂછતાછ સાથે તપાસ આરંભી છે.
પત્રિકામાં લેઉવા પટેલોને ગોધરિયા કહ્યાનો, કેશુભાઈ, પાટીદાર આંદોલનનો ઉલ્લેખ
વહેતી થયેલી પત્રિકાએ રાજકીય માહોલ ચર્ચાસ્પદ બનાવ્યો છે. પત્રિકા સંદર્ભે ફરિયાદ અપાઈ તેમાં દર્શાવાયા પ્રમાણે અત્યારના રાજકોટ લોકસભાના ઉમેદવાર જયારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ હતા ત્યારે જૂનાગઢમાં ભાજપના એક કાર્યક્રમમાં લેઉવા પટેલે ગોધરિયા કહ્યા હતા, આજ વ્યકિતએ ૨૦૧૨માં લેઉવા પટેલ સમાજના હૃદય સમ્રાટ કેશુભાઈ પટેલને ભાદરવાનો ભીંડો કહીને અપમાનિત કર્યા હતા, ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન વખતે પટેલોને ઘરમાંથી કાઢી કાઢીને માર્યા હતા તેના સૌથી વધુ ભોગ લેઉવા પટેલ સમાજ બન્યો છે. સમાજની દીકરી આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે તેમને ઉતારવા માટેનું ષડયત્રં પણ રાજકોટ લોકસભના ભાજપના ઉમેદવારના સમાજે, ઘડયું હતું. લેઉવા પટેલને હાથો બનાવી અપાણી પાસે આપણા સમાજની દીકરીનો ભોજ લેવડાવ્યો હતો. રાજકોટ લોકસભામાં લેઉવા પાટીદારોની બહત્પમતિ છે તે ભાજપે શા માટે કડવા પટેલને સમર્પિત કરી દીધી છે? બે–બે વખત કડવા પયેલ ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાને સપોર્ટ કરીને જીતાડયા. આ વખતે લોકસભા શીટ પર લેઉવા પટેલ પરેશભાઈ ધાનાણી છે તો શું આપણા ઉમેદવારને કડવા પટેલ સમાજ સપોર્ટ કરશે ખરો? ખાતરી છે કે નહીં જ કરે તો જાગો લેઉવા પયેલો અને પરેશભાઈને સપોર્ટ કરો સહિતના શબ્દોનો પત્રિકામાં ઉલ્લ ેખ કરાયો છે
કોંગ્રેસ અને ખોડલધામને બદનામ કરવા ભાજપના નારાજ નેતાઓનું કૃત્ય: કોંગ્રેસ
'જાગો લેવા પટેલ જાગો' શીર્ષક અંતર્ગત ગઈકાલથી વાયરલ કરવામાં આવેલી પત્રિકાના મામલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સહિતનાઓએ પોલીસમાં કરેલી રજૂઆત બાદ આજે બીજા જ દિવસે કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું છે કે આ સમગ્ર કૃત્ય ભાજપના નારાજ નેતાઓનું હોય તેવું જણાઈ રહ્યું છે. કોંગ્રેસ તથા ખોડલધામ ને બદનામ કરવા આવું કૃત્ય કરાયાનું લાગે છે.
પરેશભાઈ ધાનાણીએ આ વિવાદાસ્પદ પત્રિકા સંદર્ભે જણાવ્યું છે કે ભાજપના નારાજ નેતાઓ પોતાનું મિશન પાર પાડવા માટે ખોડલધામ સમિતિ અને કોંગ્રેસને બદનામ કરવાનો હીન પ્રયાસ કરી રહ્યા છે અને ચૂંટણીના તંદુરસ્ત વાતાવરણમાં પોલીસ તંત્રનો દૂર ઉપયોગ કરી રહ્યા છે. પરેશભાઈ ધાનાણીને વધુમાં જણાવ્યું છે કે મૂળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખો પાસે નામ ઠામ વગરની પત્રિકા વહેચાવી ખોડલધામ યુવા સમિતિના કાર્યકરોને ફસાવવાનું આ ષડયત્રં કોનું છે ? તેવા સવાલો અત્યારે પૂછાઇ રહ્યા છે.
ગઈકાલે સાંજે બહાર આવેલી આ સમગ્ર ઘટના સંદર્ભે પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી છે અને ચૂંટણીના અંતિમ ચરણમાં આ મામલો ભારે ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા પર આ મામલે સામ સામે આક્ષેપો કરી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા શું છે ?તે બહાર આવશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ ભાજપના નારાજ નેતાઓ અને મૂળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખો સામે આંગળી ચીંધી છે. પરંતુ આવા નારાજ નેતા કોણ અને ભડકેલા પેજ પ્રમુખ કોણ? તેવા સવાલો પણ રાજકારણમાં ઉઠી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech