જેતપુર તાલુકાના દેવકી ગાલોલ ગામે રાત્રીના ચાર શખસો છરી અને તલવાર સહિતના હથિયારો સાથે સરપંચના ઘરે ધસી આવ્યા હતાં.અહીં આવી તેમણે સરપંચના પુત્ર અને પુત્રવધુ સહિતનાને ધમકી આપી યુવાનના પેટ પર છરી રાખી આટલી વાર લાગશે કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પખવાડીયા પૂર્વે પાડોશી સાથે લગ્નમાં યુવતીના વીડિયો ઉતારવા બાબતે માથાકૂટ થઇ હોય તેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.બનાવ અંગે પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર તાલુકાના દેવકી ગાલોલ ગામે દલિતવાસમાં રહેતા કાજલબેન રાજેશભાઈ ખુમાણ(ઉ.વ 25) દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમના પાડોશમાં રહેતા વિમલ વિનોદભાઈ જાદવ તેનો ભાઈ અંકુર વિનોદભાઈ જાદવ તથા અંકુરના સાળા ભોલો મકવાણા (રહે. જેતપુર) અને જીતુ મકવાણા (રહે. બોરડી સમઢીયાળી તા. જેતપુર)ના નામ આપ્યા છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સાસુ સસરાથી અલગ અહીં પતિ-પત્ની સાથે રહે છે તેમના સસરા ગોવિંદભાઈ ગામના સરપંચ છે પરિણીતાને સંતાનમાં બે દીકરીઓ છે.
રાત્રિના 12:30 વાગ્યે તે તથા તેમના પતિ ઘરે સુતા હતા ત્યારે અચાનક દરવાજે અવાજ આવવા લાગતા અને ગાળાગાળીનો અવાજ સંભળાતા પતિ-પત્ની બંને જાગી દરવાજો ખોલવા જતા અહીં પાડોશમાં રહેતો વિમલ જાદવ તેનો ભાઈ અંકુર અને અંકુરના બંને સાળા ભોલો તથા જીતુ ગાળો બોલતા હોય જેમાં ભોલાના હાથમાં તલવાર હતી જ્યારે જીતુના હાથમાં છરી જેવું હથિયાર હોય તેઓ કહેતા હતા કે, આજે તમને બધાને પતાવી દેવા છે અને તમારી ઉપર ફોરવીલ ચડાવી દેવી છે તમારા જેટલા હોય તેને ભેગા કરો. તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં અમારા વિરુદ્ધ ફરિયાદ કરી દેજો અમે કોઈનાથી ડરતા નથી અમારી આખી ગેંગ છે. તમે સરપંચના છોકરાઓ હોય તો પણ તમારાથી ડરતા નથી. દરમિયાન ઝઘડાનો અવાજ સાંભળી પરિણીતાના સસરા ગોવિંદભાઈ તથા સાસુ મંજુલાબેન અને દિયર નીતિન અહીં આવી ગયા હતા. દરમિયાન જીતુએ પરિણીતાના દિયર નીતિનના પેટ પર છરી રાખી ધમકી આપી હતી કે, આટલી વાર લાગશે દરમિયાન અહીં લોકો એકત્ર થઈ જતા આ શખસો અહીંથી જતા રહ્યા હતા.
પરિણીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા અહીં લતામાં લગ્ન પ્રસંગ હોય જેમાં ફરિયાદીના પતિ રાજેશભાઈ ગયા હોય અહીં તેમના કૌટુંબિક બહેનનો વિડીયો વિમલ જાદવ ઉતારી રહ્યો હોય જેથી તેને વિડીયો ન ઉતારવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આ વાતનો ખાર રાખી રાત્રિના આચારેય શખસોએ હથિયારો સાથે અહીં ઘરે ધસી આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech