ગુજરાત રાયમાં અલગ અલગ સ્થળે મંદિર, ગૌશાળાની જમીન ખરીદવાના નામે મળતિયાઓમારફતે રોકાણ કરાવીને છેતરપિંડી આચરતી વડતાલ સ્વામિનાાયણ પંથના સ્વામીની ટોળકીએ રાજકોટના પણ જમીન મકાનના બે ધંધાર્થી ભાગીદારને જમીન લેવાના નામે ૩.૦૪ કરોડ રૂપિયાનું રોકાણ કરાવી કારસ્તાન આચર્યાની ચાર સ્વામી અને ચાર મળતિયા મળી આઠ સામે ભકિતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તપાસ આર્થિક ગુના નિવારણ સેલ દ્રારા આરંભાઈ છે.
રાજકોટ શહેરના નવલનગર શેરી નં.૩માં રહેતા જસ્મીનભાઈ બાલશંકરભાઈ માઢક ઉ.વ.૪૫એ જૂનાગઢના ધોરાજી ઝાલણસરના શ્રીધામ ગુરૂકુળના વિજય પ્રકાશ સ્વામી ઉર્ફે વી.પી.સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે.સ્વામી, અંકલેશ્ર્વર પાનોલીના રૂષિકુલ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી.સ્વામી, આણદં સિધ્ધેશ્ર્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતમાં પર્વન પાળિયા ગોલાદરામાં મણીભદ્ર કોમ્પ્લેકસમાં રહેતા લાલજી બાવભાઈ ઢોલા, સુરતમાં બોમ્બે માર્કેટ પુણાગામ ચોરા શ્યામધામ ચોક પાસેના પરમેશ્ર્વર પાર્કમાં રહેતા સુરેશ ઘોરી તથા ગાંધીનગર દેહગામના પીંપળજ ગામના ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને અરવલ્લ ી જિલ્લ ાના બાયડ તાલુકાના લીંગ ગામના વિજયસિંહ આલુસિંહ ચૌહાણ સામે સાહ પૂર્વે તા.૨૩ના રોજ ભકિતનગર પોલીસ મથકમાં પૂર્વયોજીત કાવતરૂ કરી છેતરપિંડી, વિશ્ર્વાસઘાત આચર્યાના આરોપસર ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં મુકાયેલા આરોપ મુજબ જસ્મીન માઢક રાજકોટમાં ભકિતનગર સર્કલ પાસે મેઘાણી રંગભવનમાં પ્રથમ માળે ઓફિસ નં.૧૦૧માં મિત્ર જય કિશોરીભાઈ મોલિયા સાથે ભાગીદારીમાં જમીન મકાન લે–વેચ દલાલીનું કામ કરે છે. બે વર્ષ પહેલા સુરતના કાર લે–વેચ ધંધાર્થી સુરેશ તુલસીભાઈ ઘોરીનો સંપર્ક થયો હતો.
સુરેશે પણ પોતે કાર લે–વેચ સાથે જમીન દલાલીનું કામ કરતો હોવાની વાત કરી હતી અને ઓળખ આગળ વધી હતી. ગત જાન્યુઆરી માસમાં સુરેશને જય મોલીયા પર ફોન આવ્યો હતો અને જમીન બાબતે રૂબરૂ મળવું છે તેમ કહી તા.૧૬૧૨૪ના રોજ સુરેશ રાજકોટ ભકિતનગર સર્કલ સ્થિત ઓફીસ પર આવ્યો હતો. ત્યારે તેની સાથે એક વ્યકિત હતો તેની સુરેશે લાલજીભાઈ ઢોલા વડતાલ સ્વામીનારાયણ મંદિરના ખજાનચી હોવાની ઓળખ કરાવી હતી. સુરેશે દહેગામ નજીક લીંબ ગામે આવેલી ૫૧૦ વિઘા જમીન વડતાલ સંપ્રદાયના સ્વામી મંદિર, ગૌશાળા માટે ખરીદવા માગે છેની વાત કરી જાળ નાખી હતી.
જમીન પર વિજયપ્રકાશ સ્વામી, જયકૃષ્ણસ્વામી, માધવપ્રિય સ્વામી ત થા દેવપ્રકાશ સ્વામીને ગૌશાળા તથા મંદિર બનાવવું છે. જો ડાયરેકટ તેઓ જમીનનો સોદો કરે તો ખેડૂત વધુ ભાવ માંગે જેથી જો તમે સોદો કરશો અને રોકાણ કરશો તો સારો એવો નફો, વળતર મળશે તેમ કહી બન્નેને બીજા દિવસે તા.૧૭ના રોજ અંકલેશ્ર્વર પાસે ગૌશાળાએ બોલાવ્યા હતા. રૂષીકુલ ગૌધામ ખાતે લઈ ગયા હતા ત્યારે ત્યાં લાલજી ઢોલા હાજર હતો. ઉપરાંત ઉર્ફે નામધારી ચારેય સ્વામી વી.પી., જે.કે., એમ.પી. અને ડી.પી. સ્વામી હાજર હતા. ચારેયે પોતે વડતાલ સ્વામીનારાયણ મંદિરના સ્વામી હોવાનું અને નૌતમ સ્વામીની સાથે છીએનું જણાવ્યું હતું.
જો અમે સીધા ખેડુત પાસેથી જમીન ખરીદ કરીએ તો ભાવ વધુ કહેશે તમે વેપારી બની ખેડુત પાસે જાવ અને જમીનનો સોદો કરો અત્યાર સુથી પેટે જે રકમ થાય તે ચુકવી આપજો. તમારા નામે જમીન સોદો થયાનું અસલ સાટાખત આપશો એટલે ચાર પાંચ દિવસમાં રકમ તમને મળી જશે. દસ્તાવેજ જેના નામે કહીએ તે કરી આપવાનો રહેશે, એક વિઘાએ એક લાખ જેવું વળતર આપશું જમીન મંદિર દાનની રકમ કેનેડા સ્થિત દાતા આપવાના છે. લાલજીએ મંદિર, ગૌશાળાનો થ્રીડી પ્લાન બનાવ્યો. બે–ત્રણ દિવસ બાદ જસ્મીન તથા જય બન્ને દહેગામ ગયા હતા જયાં સુરેશ આવ્યો. ત્રણેય પીપલોજ ગામે ગયા ત્યાં સુરેશે બે શખસો ભુપેન્દ્ર શનાભાઈ પટેલ તથા વિજયસિંહ ચૌહાણ ખેડુત છેની ઓળખ કરાવી બન્નેએ અલગ અલગ ખેડૂતો પાસેથી ૫૧૦ વિઘા જમીન ખરીદ કરી છે. વિઘાના ૨૦ લાખ ભાવ કહ્યો અને સુથી પેટે પાંચ કરોડ માંગ્યા હતા. અંતે ૧૮ લાખ વિઘા લેખે સોદો કર્યેા હતો અને સુધી પેટે ત્રણ કરોડ આપવાનું નકકી થયું હતું.
જમીન જોવા ગયા બાદ ભાગીદાર સાથે વાતચીત કરી બે–ત્રણ દિવસમાં જણાવશું તેમ કહી બન્ને ત્યાંથી પરત ફર્યા હતા. ફરી બે દિવસ પછી બન્ને આણદં ગયા ત્યાં સુરેશ સાથે સંપર્ક કરી સ્વામીને મળવાનું કહ્યું હતું. બધા સિધ્ધેશ્ર્વર ગૌશાળાએ ગયા ત્યાં ચારેય સ્વામી અને મંદિરના ખજાનચી લાલજી ઢોલા સાથે બેઠક કરી હતી. બેઠકમાં ૩ કરોડની સુથીમાં થોડી રકમ આપવા કહેતા વિજયપ્રકાશ સ્વામીએ ૫૦ લાખ લાલજીને લઈને મોકલશું તેમ કહી વાત કરી હતી અને બન્નેને એ સમયે ૫૦, ૫૦ હજાર રૂપિયા આપ્યા હતા.
જમીનનો સોદો કર્યેા અઢી લાખ ટોકન પેટે ચુકવ્યા હતા. ત્યાર બાદ તા.૨૮૦૧ના રોજ જસ્મીન તથા જય બન્ને મિત્ર સંજય પરસાણા અને જયના પત્ની ધરતીબેન ચારેય દહેગામ ગયા હતા. સાથે ૨.૪૭ કરોડની રકમ લઈ ગયા હતા. સુરેશને બોલાવ્યો હતો. રાત્રે ખેડુત ભુપેન્દ્ર પટેલને ત્યાં રોકાયા હતા. બીજા દિવસે લાલજી ઢોલા ૫૦ લાખ લઈને આવ્યા હતા જે ત્રણ કરોડની રકમ ખેડૂત બનેલા ભુપેન્દ્ર પટેલ અને વિજયસિંહને આપી લીંબ ગામની અલગ અલગ સર્વેની જમીનના સાટાખત જસ્મીન અને ધરતીબેન જય મોલીયાના નામે સમજુતી કરાર નોટરાઈઝ કર્યા હતા.
રોકાણ અને વળતર આપવાના બદલે બહાનેબાજી બતાવી ચારેય સ્વામી અને ટોળકી સમય પસાર કરતી હતી. અંતે આ ટોળકી સામે આજ મુજબની સુરતના તબીબને ૧.૩૪ લાખમાં ઠગ્યાની ફરિયાદ ગત તા.૧૬૫ના રોજ સુરેશ તથા જયપ્રકાશ સ્વામી સામે નોંધાવેલી હોવાનું જાણવા મળતા બન્નેને છેતરાયાનો ખ્યાલ આવ્યો હતો. આધાર પુરાવાઓ સાથે કરેલી અરજી બાદ અંતે ચાર સ્વામી સહિત ૮ સામે ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન
February 24, 2025 10:28 AMદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech