ગીરગઢડાના બેડિયા ગામે ટ્રેકટરમાં વિદેશી દારૂની ૩૨૪ પેટી જથ્થા સાથે ૪ ઝડપાયા

  • January 25, 2023 07:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામેથી દારૂ તેમજ બિયરની પેટી નંગ ૩૨૪ તેમજ ત્રણ ટ્રેક્ટરની ટ્રોલી મળી કુલ ૩૦ લાખથી વધુ નો મુદ્દા માલ કબજે કરી ચાર બુટલેગર વિરુદ્ધ ગઢડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જીલ્લા ક્રાઇમ બ્રાન્ચ ટીમે સ્થાનિક પોલીસ ને અંધારામાં રાખી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડયો 
​​​​​​​
પ્રાપ્ત વિગતો મુજબ ગીરી સોમનાથ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ ટીમ ગીર ગઢડા તાલુકાના ધોકડવા બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે બેડીયા ગામે માલિકીની જમીનમાં ચોરખાનું બનાવી દારૂ સંતાડેલો હોય તેવી વાતની મળતા જિલ્લા ગામની સીમાડા નામે ઓળખાતી સીમ વિસ્તારમાં બાદમી વાળી જગ્યાએ રેડ કરતા જમીનમાં બનાવેલ ચોર ખાનામાં તથા ટ્રેક્ટરમાં ભરેલ કુલ ૩૦૪ પેટી વિદેશી દારૂ બોટલ નંગ ૭,૮૬૦ જેની કિંમત ૧૪,૫૯૨૦૦ તથા બીયર ૨૦ નંગ ૪૮૦ જેની કિંમત ૪૮,૦૦૦ મળી કુલ ૧૫,૭૨૦૦ તથા દારૂ બિયરને હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ટ્રેકટર ટ્રોલી નંગ ત્રણ જેની કિંમત ૧૫ લાખ તથા મોબાઈલ નંગ બે જેની કિંમત ૧૦૦૦૦ મળી કુલ ૩૦ લાખ ૧૭ હજાર બસોના મુદ્દામાલ સાથે દીપક ઉર્ફે દીપુ ઉકાભાઇ જાદવ જાતે દરબાર રહે ઉમેજ તા. ઉના સિધ્ધરાજ ભરતભાઈ ગોહિલ જાતે દરબાર રહે સામતેર તા. ઉના તથા દારૂ પૂરો પાડનાર જગદીશ ઉર્ફે જગી રહે નાની દમણ તેમજ દારૂ મંગાવનાર સાગર લોહાણા રહે સાવરકુંડલા વાળા મળી કુલ ચાર બુટલેગરો ને જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ ટીમ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application