રાજકોટ જિલ્લાના ૩,૯૧,૫૪૫ ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂ. ૬૦૦.૭૧ કરોડની સબસીડી ચૂકવાઈ

  • March 19, 2023 03:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

વિધાનસભાના બીજા સત્ર દરમિયાન એક પ્રશ્નના જવાબમાં રાજકોટ જિલ્લાના ખેડૂતોને આપવામાં આવેલી વીજ સબસિડી વિશે માહિતી રજુ કરવામાં આવી હતી. જે મુજબ તા. ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ રાજકોટ જિલ્લાના ખેતીવાડી વિજ ગ્રાહકોને વીજ બિલમાં સબસિડી આપવામાં આવી છે જેમાં વર્ષ ૨૦૨૧માં કુલ ૧,૯૪,૧૭૧ ગ્રાહકોને અને ૨૦૨૨માં કુલ ૧,૯૭,૩૭૪ ગ્રાહકો એમ છેલ્લા બે વર્ષમાં ૩,૯૧,૫૪૫ ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલ સબસિડી આપવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૧માં રૂ. ૨૭૨.૮૩ કરોડ અને વર્ષ ૨૦૨૨માં રૂ. ૩૨૯.૮૮ કરોડની સબસિડી એમ છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. ૬૦૦.૭૧ કરોડની સબસિડી રાહત પેટે ખેતીવાડી વીજ ગ્રાહકને ચૂકવવામાં આવી છે.


વિધાનસભામાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત છે અને ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ કાર્ય કરી રહી છે. ખેડૂતોના પ્રશ્નોના સમાધાન અને તેમને યોગ્ય રાહત આપવા સતત કાળજીપૂર્વક નિર્ણયો કરતી આ સરકાર દ્વારા રાજ્યના ખેતીવાડી ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસિડી આપવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application