જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં છ દિવસમાં ૩૫,૫૫૧ પ્રવાસીઓએ મુલાકાત લીધી

  • October 09, 2023 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 જૂનાગઢમાં૬૯માં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે  તા.૨થી તા.૮ ઓક્ટોબર સુધી વિવિધ સ્પર્ધા તેમજ કાર્યક્રમનું આયોજન અને છ દિવસ દરમિયાન મુલાકાતિઓને  વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં   ૩૫,૫૫૧ પ્રવાસીઓએ નિશુલ્ક મુલાકાત લીધી હતી તેમજ અંતિમ દિવસે સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.          
સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ના નિયામક નીરવકુમાર મકવાણા ના માર્ગદર્શન હેઠળ તા.૨જી ઓક્ટોબરે સવારે ૯ વાગ્યા થી વન્ય પ્રાણી સપ્તાહનો પ્રારંભ થયો હતો, જેમાં પ્રથમ દિવસે  કિપર્ષ ટોક અને ઝૂને જાણીએ વિશે પણ કાર્યક્રમ, તા.૩જી ઓક્ટોબરે ધોરણ-૧ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે અને ઓપન વિભાગ માટે ચિત્ર સ્પર્ધા, તા.૪થી ઓક્ટોબરે ધોરણ-૫ થી ૯ના વિદ્યાર્થીઓ માટે ટ્રેઝર હન્ટ, તા.૫મી ઓક્ટોબરે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સ્પર્ધા, તા.૬ ઓક્ટોબરે ધોરણ  ૫ થી ૯ નાં વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા, તા.૭મી ઓક્ટોબરે ધોરણ - ૫ થી ૯ નાં વિદ્યાર્થીઓ માટે વેસ્ટમાંથી બેસ્ટ  સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતિમ દિવસે સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતાઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. છ દિવસ દરમિયાન પ્રવાસીઓને પ્રવેશ વિનામૂલ્યે આપવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસે ૧૩,૨૦૦, બીજા દિવસે ૩,૫૧૬, બુધવારે રજા ગુરુવારે ૩,૭૫૨, શુક્રવારે ૩,૪૧૦, શનિવારે ૩,૧૪૭ અને રવિવારે અંતિમ દિવસે ૮,૪૦૬ મુલાકાતિઓ મળી ૩૫, ૫૫૧ મુલાકાતિઓ એ નિશુલ્ક મુલાકાત લીધી હતી. 
​​​​​​​
 ઐતિહાસિક ઉપરકોટની બે દિવસમાં ૫,૧૬૫ મુલાકાતીઓએ મુલાકાત લીધી
જૂનાગઢમાં ઐતિહાસિક ઉપરકોટ  કિલ્લ ાના નવીનીકરણ બાદ પ્રજા માટે ખુલ્લ ો મુકવામાં આવતા હવે ઉપરકોટની મુલાકાત લેવા દિનપ્રતિદિન પ્રવાસીઓની  વધારો થતો હોય તેમ શનિ રવિના બે દિવસમાં ઉપરકોટની મુલાકાત લેવા પ્રવાસીઓનો ઘસારો રહ્યો હતો. શનિવારે ૧૫૪૩, અને રવિવારે ૩,૬૨૨ મુલાકાતીઓ મળી બે દિવસમાં કુલ ૫,૧૬૫ મુલાકાતીઓ એ મુલાકાત લીધી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application