ઉનામાં દેલવાડા રોડ પર એક તેલના ગોડાઉન પર ના.કલેક્ટર તેમજ મામલતદાર દ્વારા જિલ્લ ા કલેકટરની સીધી દેખરેખ હેઠળ દરોડો પાડી અંદાજે રૂ. 31 લાખનું શંકાસ્પદ ખાદ્ય તેલના ડબ્બા મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉન સિલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથ કલેકટર દિગ્વિજય સિંહ જાડેજાને બાતમી મળી હતી કે ઉના દેલવાડા રોડ પર ભવાની મિલ નામની તેલની કંપ્ની આવેલી જેમાં મોટા પ્રમાણમાં ભેલ શેળ તેલમાં કરી લોકોનાં સ્વાસ્થય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. કલેકટરને બાતમી મળતા તત્કાળ ઉના એસ ડી એમ અને ટીમને જાણ કરી સ્થળ પર રવાના કરી તેલની મિલ પર દરોડો પાડયો હતો. તંત્રની ટીમે ભવાની ઓઇલ મીલનો નજારો જોતાજ ચોકી હતી કારણ કે અહી અલગ અલગ મોટી બ્રાન્ડના કપાસિયા તેલ અને અન્ય તેના ડબ્બાઓ અને લેબ્લો મળી આવ્યા હતા. અને વધુ તપાસ હાથ ધરતા ભેળસેળયુક્ત તેલ મળી આવ્યું હતું. જે આશરે રૂ.31 લાખ રૂપિયાની કિંમતનું ખાદ્ય તેલ અહી મળી આવ્યું હતું.
પામતેલમાં ભેળસેળ કરી બ્રાન્ડેડ કંપની સ્ટિકર લગાવાયા
કલેકટર દિગ્વિજય સિંહ જાડેજાના જણાવ્યા મુજબ પામ ઓઇલ અને અલગ-અલગ અન્ય વસ્તુઓને મિક્સ કરવામાં આવતી અને તેલના ડબ્બા પર બ્રાન્ડેડ કંપ્નીનાં સ્ટીકર ચિપકાવી આં તેલને માર્કેટમાં મોટા પ્રમાણમાં વહેચવામાં આવતું હતું. આરોપી વેપારીની પૂછપરછ કરતા તેમને સ્વીકાર્યું કે તે સસ્તી વસ્તુઓ અને પામ ઓઇલ નાખી મસમોટું વહેચાણ કરતો હતો. એટલુ જ નહિ કલેકટરની ટીમો દ્વારા જ્યા જ્યા શોપ અને અન્ય જગ્યા પર ડુપ્લીકેટ તેલ વહેચવામાં આવ્યું તે પણ જપ્ત કરવાની કામગીરી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech