રાજ્યના મુખ્ય ચાર શહેરોમાં હવાના પ્રદૂષણને લઈને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એક્ટિવ થયું છે રાજ્ય સરકારે 3000 કરોડથી વધુ રકમની એર ક્લીન એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં હવાની ગુણવત્તા ને લઈને રાજ્ય સરકાર ખૂબ ચિંતિત છે. પ્રદુષણ ફેલાવતા ઔદ્યોગિક ગૃહો તેમજ વાહનો દ્વારા ફેલાતા પ્રદૂષણને ઓળખી કાઢવામાં આવ્યું છે આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને ક્લીન એર એક્શન પ્લાન બનાવી દેવાયો છે.
ગુજરાતના મુખ્ય શહેરો- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં હવાની નબળી ગુણવત્તાના મોટા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રાજ્ય સરકારે રૂ. 3,000 કરોડથી વધુની યોજનાની દરખાસ્ત કરી છે.અને રાજ્યના ચાર મોટા શહેરોમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા એર કલીન એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે.
એક્શન પ્લાનની મુખ્ય વિશેષતાઓએ છે કે,જીપીસીબીએ ચાર શહેરોમાં વાયુ પ્રદૂષણના સ્તરમાં વધારો કરવા માટે મુખ્ય ફાળો આપ્નાર પરિબળો તરીકે ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં વધારો અને વાહનોના ઉપયોગમાં તીવ્ર વધારોની ઓળખ કરી છે. રાજ્ય સરકારે આ શહેરો માટે ક્લીન એર એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
જીપીસીબીના સભ્ય સચિવ ડી એમ ઠાકરે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટે ક્લીન એર એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ઝડપી શહેરીકરણ અને ગુજરાતના શહેરી સમૂહમાં, ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા,રાજકોટ મા વધતી વસ્તીના કારણે વાયુ પ્રદૂષણ વધ્યુ છે.
વાહનોના પ્રદૂષણને નિયંત્રિત કરવું બાંધકામ પ્રવૃત્તિઓ અને બાયોમાસ બર્નિંગને કારણે ધૂળના ઉત્સર્જનમાં ઘટાડો કરવાની સાથે આસપાસની હવાની ગુણવત્તાની દેખરેખને મજબૂત બનાવવી ઔદ્યોગિક પ્રદૂષણને નિયંત્રણમાં રાખવું જનજાગૃતિમાં વધારો શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પયર્વિરણીય ટકાઉપણું પર ભારે દબાણ. જેમ જેમ આ શહેરો આર્થિક હબ તરીકે આગળ વધી રહ્યા છે, તેમ રાજ્ય સરકાર માન્યતા આપે છે કે લાંબા ગાળાના એક્શન પ્લાન સાથે વિકાસ પયર્વિરણીય સંરક્ષણ સાથે સંતુલિત હોવો જોઈએ.
પયર્વિરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય ભારત સરકાર દવારા સમગ્ર દેશમાં વ્યાપક રીતે વાયુ પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે જાન્યુઆરી 2019માં નેશનલ ક્લીન એર પ્રોગ્રામ શરૂ કર્યો. આ પ્રોગ્રામ હેઠળ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઓળખી કાઢવામાં આવેલા તમામ શહેર-વિશિષ્ટ વાયુ પ્રદૂષણ ઘટાડવાની યોજનાઓ વિકસાવવી જરૂરી હતી. ગુજરાતના ચાર મોટા શહેરો દેશના 122 શહેરોની યાદીમાં છે.
આ એક્શન પ્લાનના ભાગ રૂપે, રાજ્ય સરકાર નેટ ઝીરો ટ્રાન્સપોર્ટ પ્લાનના સંશોધન અને અમલીકરણ અને મધ્યમ કદના શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટનું આયોજન કરી રહી છે.અત્યાર સુધી, સૂચિમાં રૂ. 3,000 કરોડથી વધુ મૂલ્યના કાર્યક્ષમ પ્રોજેક્ટ્સ છે. રાજ્ય સરકાર હવાની ગુણવત્તા સુધારવા માટે શ્રેણીબદ્ધ સુધારાત્મક પગલાં પર કામ કરી રહી છે.
આ પ્રોજેક્ટ્સનો હેતુ વાયુ પ્રદૂષણ ઘટાડવા, જાહેર આરોગ્ય સુધારવા અને ટકાઉ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવાનો છે. વર્ષ 2019-2020 અને 2023-2024 ની વચ્ચે ચાર મોટા શહેરોને કુલ 1,085.42 કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું. તેઓએ કહ્યું કે આસપાસની હવાની ગુણવત્તા સુધારવા માટેના એક્શન પ્લાનને અમલમાં મૂકવા માટે વિવિધ રાજ્ય અને કેન્દ્રીય યોજનાઓ દ્વારા પણ રૂ. 11,641.99 કરોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech