મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ૧૮ ગામડાઓમાં લગભગ ૩૦૦ લોકો અચાનક ટાલ પડવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આમાં કોલેજના વિદ્યાર્થીઓથી લઈને સ્કૂલના બાળકો, પુખ્ત વયના લોકો અને વૃદ્ધો સુધી, તમામ ઉંમરના લોકોનો સમાવેશ થાય છે. હવે આ ટાલ પડવાની બીમારી અંગે એક મોટો ખુલાસો થયો છે. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં રહેતા લોકોમાં અચાનક વાળ ખરવાની સમસ્યા ઘણા અઠવાડિયાથી રહસ્ય બની રહી છે. જેના કારણે નિષ્ણાંતો અને આરોગ્ય અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
સંશોધકે શું કહ્યું?
હવે પદ્મશ્રી ડૉ. હિંમતરાવ બાવસ્કર દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, આ પાછળનું કારણ તેઓ જે ઘઉં ખાઈ રહ્યા છે તેમાં રહેલું ઝેરી પદાર્થ છે. જેનો આ રોગ સાથે સંબંધ છે. ડૉ. બાવસ્કરના એક મહિનાના સંશોધનમાં જાણવા મળ્યું કે, જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ વહેંચવામાં આવતા ઘઉંમાં સેલેનિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હતું. જ્યારે તેમાં ઝીંકનું પ્રમાણ ખૂબ ઓછું હતું.
ડૉ. બાવસ્કરે જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારના ઘઉંના અમારા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે તેમાં સ્થાનિક રીતે ઉગાડવામાં આવતી જાત કરતાં 600 ગણું વધુ સેલેનિયમ હતું. એવું માનવામાં આવે છે કે વધુ પડતું સેલેનિયમ લેવાથી એલોપેસીયાનું જોખમ વધે છે. આ ગામડાઓમાં, લક્ષણો દેખાયા પછી ત્રણથી ચાર દિવસમાં સંપૂર્ણ ટાલ પડી ગઈ.
સેલેનિયમ શરીરમાં કઈ સમસ્યાઓનું કારણ બની શકે છે?
ઘઉંના નમૂનાઓ થાણે સ્થિત વર્ની એનાલિટીકલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં સેલેનિયમનું સ્તર ૧૪.૫૨ મિલિગ્રામ/કિલો જોવા મળ્યું. જે સામાન્ય ૧.૯ મિલિગ્રામ/કિલોગ્રામ કરતા ઘણું વધારે છે. ડૉ. બાવસ્કરે એમ પણ કહ્યું કે, ઘઉંના આ બધા કન્સાઇન્મેન્ટ પંજાબથી આવ્યા હતા. તેમણે કહ્યું કે લોહી, પેશાબ અને વાળના નમૂનાઓમાં સેલેનિયમના સ્તરમાં 35 ગણો, 60 ગણો અને 150 ગણો વધારો જોવા મળ્યો હતો. આ દર્શાવે છે કે, વધુ પડતું સેલેનિયમ લેવાથી આવા રોગોનું જોખમ વધે છે. અમારી ટીમે એવું પણ શોધી કાઢ્યું કે, એવા વ્યક્તિઓ હતા જેમના શરીરમાં ઝીંકનું પ્રમાણ ખૂબ ઓછું હતું. સેલેનિયમના કારણે તેમના શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ છે.
શું છે આખો મામલો?
ડિસેમ્બર 2024થી આ વર્ષે જાન્યુઆરી દરમિયાન 18 ગામોના લગભગ 300 લોકોએ વાળ ખરવાનો ગંભીર અનુભવ કર્યો. તેમાંના ઘણા કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાન છોકરીઓ છે. જેમાંથી મોટાભાગના લોકો સંપૂર્ણપણે ટાલિયા થઈ ગયા છે. ડૉ. બાવસ્કરે જણાવ્યું હતું કે, ૮ થી ૭૨ વર્ષની ઉંમરના લોકોને ટાલ પડી રહી છે. તેઓ અનેક પ્રકારના કલંકનો સામનો કરી રહ્યા છે. બાળકોએ શાળા-કોલેજો જવાનું બંધ કરી દીધું છે. યુવાનોના નિર્ધારિત લગ્ન ખોરવાઈ ગયા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના વૈજ્ઞાનિકોએ પણ પરીક્ષણ માટે આ વિસ્તારમાંથી પાણી અને માટીના નમૂના એકત્રિત કર્યા. જેમાં વાળ ખરવાની સમસ્યાથી પીડાતા લોકોના લોહીમાં સેલેનિયમનું ઉચ્ચ સ્તર હોવાની પુષ્ટિ થઈ હતી. ICMR એ પોતાનો તપાસ અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કર્યો છે.
માનવ શરીરમાં સેલેનિયમનું પ્રમાણ વધે ત્યારે આ લક્ષણો દેખાવા લાગે છે.
જો તમે વધુ પડતું સેલેનિયમ લો છો તો તે હાનિકારક સાબિત થઈ શકે છે. પરંતુ તે એક આવશ્યક પોષક તત્વ પણ છે જે ઓછી માત્રામાં સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે. ઓવરડોઝના કિસ્સામાં, નીચેની આડઅસરો થઈ શકે છે જેમ કે ઉબકા, ઉલટી, ઝાડા, લસણ જેવો શ્વાસ, ત્વચા પર ફોલ્લીઓ, ચીડિયાપણું, મોંમાંથી વિચિત્ર ગંધ, વાળ તૂટવા, નખ તૂટવા, દાંતનો રંગ બદલાવો, ચેતાતંત્રમાં ખલેલ, શ્વસન માર્ગમાં ખલેલ, મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, કિડની નિષ્ફળતા, હૃદય નિષ્ફળતા અને મૃત્યુ પણ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech