સંતરાગાછી સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્યને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનો પ્રભાવિત

  • March 07, 2025 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

       દક્ષિણ પૂર્વીય રેલ્વેના ખડગપુર ડિવિઝનના સંતરાગાચી સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગના સંદર્ભમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનોને અસર થશે, જેની વિગતો નીચે મુજબ છે:-


 રદ ટ્રેનો 

·        9 મે 2025 ના રોજ પોરબંદરથી ચાલનારી ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી કવિગુરૂ એક્સપ્રેસ રદ રહેશે.

·        11 મે 2025 ના રોજ સાંતરાગાછીથી ચાલનારી ટ્રેન નંબર 12950 સાંતરાગાછી-પોરબંદર કવિગુરૂ એક્સપ્રેસ રદ રહેશે.

 રિશિડ્યુલ ટ્રેન 

·        16 મે 2025 ના રોજ પોરબંદરથી ચાલનારી ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી  એક્સપ્રેસ 2 કલાક રિશિડ્યુલ રહેશે.

       ટ્રેનોના સમય, રોકાણ અને સંરચનાની વિગતવાર માહિતી માટે યાત્રી  www.enquiry.indianrail.gov.in  પર જઈને અવલોકન કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application