જામજોધપુર નજીક સ્વિફટ કારમાં વિદેશી દારૂની ૧૮૦ બોટલ સાથે ભાણવડ પંથકના ૩ શખસ ઝડપાયા

  • January 18, 2023 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર પોલીસે મળેલ બાતમીના આધારે તાલુકાના ખાગ્રેલી-પાટણ વચ્ચે વોચ ગોઠવીને મા‚તિ સ્વિફટ કારમાં વિદેશી દારૂની ૧૮૦ બોટલ, કાર સહિત ‚ા.૭ લાખના મુદ્દામાલ સાથે ભાણવડ પંથકના ૩ શખસોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. એક શખસ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.


જામજોધપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર એમ.એન.ચૌહાણ સાથે પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન પો.કોન્સ. ઋષિરાજસિંહ રણજીતસિંહ વાળા તથા પો.કોન્સ. દીલીપસિંહ વાઘુભા જાડેજાને મળેલ હકીકતના આધારે ખાગેશ્રી ગામ પાટણ ગામ વચ્ચે એક સીલવર કલરની સ્વીફટ કારમાં અંગ્રેજી મેકડોનલ્ડ નંબર-૧ વિદેશી દારૂ કુલ ૧૮૦ બોટલની કિ.રૂ.૯૦,૦૦૦ તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦ તથા એક મારુતી સુઝુકી સ્વીફટ કાર કિ.રૂ.૭,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૮,૦૦,૦૦૦ના મુદ્દામાલ સાથે વેજા ભોરાભાઇ શામળા (ઉ.વ.૨૮, રહે.રાણપર ગામ તા.ભાણવડ), ભીખુ ભુટાભાઇ ઘેલીયા (ઉ.વ.૨૬, રહે.રાણીવાવ નેશ તા.ભાણવડ), રમેશ ઉકાભાઇ સિંધલ (ઉ.વ.૨૪, રહે.ખરાવડ પ્લોટ વિસ્તાર, ઇશ્ર્વરીયા તા.કુતિયાણા)ને પકડી લીધા હતાં જયારે અરજણ આલાભાઇ કોડીયાતર (રહે.રાણપર વાડી વિસ્તાર, તા.ભાણવડ) ભાગી છૂટયો હતો.
​​​​​​​
આ કાર્યવાહીમાં જામજોધપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.એન.ચૌહાણ ઉપરાંત પો.હેડ.કોન્સ. પી.પી.જાડેજા તથા વી.પી.જાડેજા, પો.કોન્સ. દીલીપસિંહ વાઘુભા જાડેજા, ઋષિરાજસિંહ રણજીતસિંહ વાળા, ભગીરથસિંહ મયુરસિંહ જાડેજા, મેઘરાજસિંહ જયદેવસિંહ જાડેજા, મનહરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ. માનસંગભાઇ રવજીભાઇ ઝાંપડીયા, અશોકભાઇ બાબુભાઇ ગાગીયા, હર્ષપાલસિંહ જોરુભા ગોહીલ વિગેરેનાઓ પણ જોડાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application