જૂનાગઢમાં ફોરેસ્ટર ઉપર ૩ શખસોનો પાઈપથી હુમલો

  • February 13, 2023 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 જૂનાગઢમાં પોલીસ ચોકી સામે જ યુવકને લોખંડના પાઈપ વડે માર મારી ઈજાગ્રસ્ત કર્યા અંગે ત્રણ શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે બી-ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સકકરબાગના ફોરેસ્ટર તરીકે ફરજ બાવતા સંજય અરજણભાઈ મૂળિયા દોલતપરા પોલીસ ચોકી સામે ઇંડાની દુકાને જમવા ગયેલ ત્યારે છકડો રિક્ષામાંથી શાકભાજી લેવા બાબતે કેતન ખાણિયા, ગોજીયા અને એક અજાણ્યો માણસ ત્રણ શખસોએ બોલાચાલીનો ખાર રાખી લોખંડના પાઈપ અને લાકડાના ધોકાઓ વડે માર મારી ઈજાગ્રસ્ત કર્યા અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application