મોટી ખાવડી-સચાણામાં ડિગ્રી વગરના ૩ ડોકટર પકડાયા

  • November 27, 2023 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસઓજીની ટુકડી ત્રાટકી : દવા, મેડીકલના સાધનો કબ્જે લેવાયા

જામનગરની એસ.ઓ.જી. શાખા ની ટુકડીએ સચાણામાંથી એક બોગસ તબીબને ઝડપી લીધા પછી ગઇકાલે મોટી ખાવડી વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું, ત્યાંથી વધુ બે ડિગ્રી વગરના બોગસ તબીબ મળી આવ્યા છે. જે બંનેની અટકાયત કરી લેવામાં આવી છે.
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં મેઇન બજારમાં સતીસિંગ કૈલાશપ્રસાદ હાલ રહે. સિકકા શ્રીજી સોસાયટીનો શખ્સ કે જેની પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં બિહારી ક્લિનિક નામનું દવાખાનું ચલાવતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
 જેથી એસ.ઓ.જી. ની ટુકડીએ દરોડો પાડી તેના દવાખાનામાંથી રૂપિયા ૧,૯૨૫ ની કિંમતની જુદી જુદી દવાઓ સહિત જથ્થો કબજે કર્યો છે, અને તેની પાસે કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી ન હોવાથી તેની અટકાયત કરી લઇ, તેની સામે મેઘપર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
 આ ઉપરાંત મોટી ખાવડી વિસ્તારમાં વિનોદકુમાર સુરેન્દ્ર કુમાર ઝા રહે. હાલ સિકકા, ગોકુલપુરી સોસાયટીના પર પ્રાંતિય શખ્સ દ્વારા પોતાની પાસે કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી ન હોવા છતાં દવાખાનું ચલાવીને ગરીબ દર્દીઓની સાથે ચેડાં કરતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, તેથી તેની પણ અટકાયત કરી લેવામાં આવી છે, અને તેના દવાખાનામાંથી રૂપિયા ૧,૭૭૫ ની કિંમત નો દવા વગેરેનો જઠઓ કબ્જે કરી લઈ તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જામનગરના સચાણા ગામમાં એસઓજીની ટુકડીએ પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે મેડીકલની કોઇપણ ડીગ્રી વીના દવાખાનું ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા મુળ પશ્ર્ચિમ બંગાળના અને હાલ સચાણામાં રહેતા મધુ મંગલ અનંત વિશ્ર્વાસ (ઉ.વ.૩૪) નામના ઇસમને દવા અને મેડીકલના સાધનો  મળી ૩૦૨૩ના મુદામાલ સાથે પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application