તા. ૨૮ ના રોજ વોકીંગ ઇન્ટરવ્યુ: ખંભાળીયા, ધ્રોલ અને ઓખાના ચીફ ઓફીસરની જગ્યા ખાલી
સૌરાષ્ટ્રના ૫ જિલ્લાની ૧૦ નગરપાલીકામાં ચીફ ઓફીસરની ખાલી જગ્યા પડેલી છે તેને ભરવા માટે નિવૃત ડે.કલેકટર, મામલતદાર અને નાયબ મામલતદારની નિમણુંક કરવા કવાયત હાથ ધરવામાં આવી છે તે માટે આગામી તા.૨૮મીએ પ્રાદેશીક નગરપાલીકા કચેરી ખાતે વોકીંગ ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યા છે.
જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ચીફ ઓફીસરની ૩ તાલુકાની જગ્યા ખાલી છે, જેમાં જામનગર જિલ્લાના ધ્રોલ અને દેવભુમિ દ્વારકામાં ખંભાળીયા અને ઓખા તાલુકાના ચીફ ઓફીસરની જગ્યા ખાલી છે જેના માટે નિવૃત ડે.કલેકટર તેમજ મામલતદારની નિમણુંક કરવામાં આવશે જે આગામી તા.૨૮ના રોજ ઇન્ટરવ્યુ લેવામાં આવશે તેમજ ૧૧ મહીનાના કરાર સાથે નિમણુંક આપવામાં આવશે તેમજ ૬૨ વર્ષની વય મર્યાદા નકકી કરવામાં આવી છે.
સતાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રની કુતીયાણા, રાણાવાવ, માળીયા મીયાણા, ટંકારા, ખંભાળીયા, ઓખા, જામરાવલ, ધ્રોલ, રાપર અને મુન્દ્રા નગરપાલીકામાં લાંબા સમયથી ચીફ ઓફીસરની જગ્યા ખાલી પડી છે, આ જગ્યા ૧૧ મહીનાના કરાર આધારીત ભરવા મહાનગરપાલીકા, ગુજરાત હાઉસીંગ બોર્ડ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જળ સંપતિ વિકાસ નિગમ, સરદાર સરોવર નર્મદા નિગમ લી, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લી., માર્ગ વિકાસ નિગમ તેમજ જિલ્લા પંચાયતના મહેકમમાંથી નિવૃત થયેલ નાયબ કાર્યપાલક ઇજનેર કક્ષાના અધિકારીઓ પણ ઇન્ટરવ્યુમાં ભાગ લઇ શકશે.
ચીફ ઓફીસરની જગ્યા માટે નિવૃત અધિકારીઓની વય મર્યાદા ૬૨ વર્ષ નકકી કરવામાં આવી છે તેમજ નિવૃત અધિકારી સામે કોઇ ખાતાકીય તપાસ ચાલું ન હોવી જોઇએ અને નિવૃત ડે.કલેકટરને ૬૦ હજાર, મામલતદાર, નાયબ કાર્યપાલક ઇજનેરને માસીક ફીકસ ા.૪૦ હજાર આપવામાં આવનારા હોવાનું જાણવા મળ્યું છે.