ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે મેયર કિર્તીબેન દાણધારિયાની ઉપસ્થિતિમાં દ્વિતીય રેસિડેન્શિયલ 'સાયન્સ સમર કેમ્પ' નુ સમાપન

  • May 28, 2023 09:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગર નારી ગામ પાસે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ના માર્ગદર્શન હેઠળ દ્વિતીય ત્રિ -દિવસીય રેસીડેન્શીયલ સાયન્સ સમર કેમ્પનું તા. 24 થી 26 મે 2023 દરમ્યાન ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યુ હતું.આ સાયન્સ સમર કેમ્પ નું ઉદ્ઘાટન ગૌતમ પરમાર (IPS), IGP, ભાવનગર રેન્જ દ્વારા 24 મી મે 2023 ના રોજ કરવામાં આવ્યું હતું. 


ભાવનગરના મેયર કિર્તીબેન દાણધારિયાની ઉપસ્થિતિમાં દ્વિતીય રેસિડેન્શિયલ સાયન્સ સમર કેમ્પનો સમાપન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ તથા તેમના માતા પિતા ને નિમંત્રણ આપવામા આવ્યું હતું. સમર કેમ્પમાં ભાગ લેનાર દરેક વિધાર્થીઓને ભાવનગરના મેયરના હસ્તે સર્ટિફિકેટ આપી અને તેમને વિદાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અભયસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.


વિદ્યાર્થીઓને રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરની વિવિધ માહિતીસભર ગેલેરીઓની મુલાકાત કરાવવામાં આવી હતી. ડિઝની કોડીન્ગના કૌશલ ભાલાણી દ્વારા રોબોટિક સેશન, ફશ્રી પ્રશાંત મામોત્રા દ્વારા હેન્ડસ ઓન એક્ટિવિટી , નેચર વોક માટે વેળાવદર નેશનલ પાર્ક ની મુલાકાત, ઉપેન્દ્ર જાની દ્વારા હાઇડ્રોપોનિક વર્કશોપ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સર્વોત્તમ અમુલ ડેરી, શિહોર ની મુલાકાત કરાવવામાં આવી હતી. પ્રાથમિક શાળાના અધ્યાપ શ્રી જિતેશ ચૌહાણ દ્વારા વિધાર્થીઓને મજા પડે એવી વાર્તાઓનો એક સેશનનુ આયોજન કરવામાં આવ્યું હતું . સાજે ગાર્ડનમાં ઈન્ડિયન ટ્રેડિશનલ ગેમ્સ જેમ કે લીબું ચમચી, કોથળા દોડ, કબડ્ડી, રુમાલ દા, સંગીત ખુરશી અને સાથે સાથે ફુટબોલ અને વોલીબોલ જેવી રમતો સાથે બાળકોએ ખૂબ જ મોજમસ્તી કરી હતી. રાત્રે ભાવનગર જિલ્લાના કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના હર્ષદભાઈ જોષી દ્વારા સ્કાય ગેંઝિગ કરાવવામાં આવ્યું હતું. 


ત્રીજા એટલે કે છેલ્લા દિવસે સવારમાં 'હેલ્થ ઇઝ વેલ્થ' સ્લોગન સાથે યોગા એક્સપર્ટ  રાજદિપ જાની દ્વારા બાળકોને વિવિધ યોગાસનો કરાવવામાં આવ્યાં હતા. આર એસ સી ના ઓડિટોરિયમમાં અલ્પેશ ભટ્ટ, એન.એલ. પટેલ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા, સિહોલ ના પ્રિન્સિપાલ, પેટલાદ, આણંદ દ્વારા 'ઝિરો બજેટ એક્સપેરિમેન્ટ' એટલે કે આપણા રોજબરોજ ના જીવનમા ઉપયોગમા આવતા વિજ્ઞાન ને  સમજવા માટે પ્રેક્ટિકલ કરાવવામાં આવ્યા. જેમાં ઘરગથ્થુ ચીજવસ્તુઓ તથા આસપાસ આરામ થી મળી રહેતી વસ્તુઓમાંથી જ પ્રેક્ટિકલ કરાવવામાં આવ્યા હતા. ક્રિએટિવ આર્ટિસ્ટ & કન્ટેન્ટ વ્રાઇટર, ગૂગલ ગાઇડ, ભાવનગર ના બૈજુ વ્યાસ દ્વારા 'સાયન્સ બિહાઇન્ડ ધ ટ્રીક ફોટોગ્રાફી' પર લેક્ચર પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. 


આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. ગિરિશ ગૌસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application