રાજકોટ મહાપાલિકાની લાઇબ્રેરીઓમાં સપ્ટેમ્બરમાં ૨૭૯૨૮ વાચકો ઉમટયા

  • October 07, 2023 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની લાઇબ્રેરીઓમાં સપ્ટેમ્બરમાં ૨૭૯૨૮ વાંચકો ઉમટા હતા અને નવા ૩૮૦ મેમ્બર્સનું રજિસ્ટ્રેશન થયું હતું. વાંચકો માટે નવા ૯૦૦ પુસ્તકોનો ખજાનો ખુલો મુકાયો છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ચીફ લાઇબ્રેરીયન નરેન્દ્રભાઈ આરદેશણાએ જણાવ્યું હતું કે મનપા દ્રારા સંચાલિત પ્રભાદેવી.જે. નારાયણ પુસ્તકાલય, દત્તોપતં ઠેંગડી પુસ્તકાલય, બાબુભાઈ વૈધ લાઇબ્રેરી, ડો.બાબા સાહેબ આંબેડકર ભવન લાઇબ્રેરી, બહેનો અને બાળકો માટેની મોબાઇલ લાઈબ્રેરી યુનિટ ૧ તથા ૨, મહિલા એકટીવિટી સેન્ટર, મહિલા વાંચનાલય, ઇસ્ટ ઝોન લાઈબ્રેરી પેડક રોડ સહિતની લાઇબ્રેરીઓનો ગત એક માસ દરમ્યાન કુલ ૨૭,૯૨૮ મુલાકાતીઓએ લાભ મેળવ્યો હતો. આ એક માસ દરમ્યાન નવા ૩૮૦ સભ્યો લાઇબ્રેરી સાથે જોડાયા હતા. સભ્યોની માંગણી અને નવ પ્રકાશિત વિવિધ વિષયોનાં પુસ્તકો, બાળ સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, નવલકથા, નવલિકાની સાથે સાથે વિધાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો મળી કુલ ૯૦૦ પુસ્તકો, તથા બાળકો માટે વિવિધ પ્રકારના ૧૦૦ જેવા રમકડા, પઝલ્સ, ગેમ્સ વગેરે વાંચકો માટે ખુલા મુકવામાં આવ્યા છે. વિધાર્થીઓ માટે વિધાર્થી વાંચનાલયનો સમય રાત્રે ૧૧ વાગ્યા સુધીનો કરવામાં આવેલ છે. જેનો છેલ્લા એક મહિનામાં કુલ ૨,૯૪૫ વિધાર્થી ભાઈઓ તથા બહેનોએ લાભ લીધેલ છે. સપ્ટેમ્બર માસ દરમ્યાન ૪,૮૮૦ પુસ્તકો તથા મેગેઝીનની વાંચકો માટે ખરીદી કરવામાં આવી છે. ઉપરોકત લાઇબ્રેરીઓની વાંચન સુવિધાઓનો શહેરીજનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા પ્રયત્ન મહાપાલિકા સંચાલિત લાઈબ્રેરી દ્રારા કરવામાં આવી રહ્યા છે જેનો શહેરના નાગરિકો લાભ મેળવે તેવી અપીલ ચીફ લાઇબ્રેરીયન નરેન્દ્રભાઇ આરદેશણા દ્રારા કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application