ભીમ અગિયારસે રાજકોટ જિલ્લામાં જુગારના ચાર દરોડામાં 27 ઝડપાયા

  • June 18, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભીમ અગીયારસને લઇ રાજકોટ જિલ્લામાં જુગારની મોસમ ખીલી હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી જુગારના નોંધપાત્ર કેસ થઇ રહ્યા છે.ત્યારે રાજકોટ જિલ્લામાં જુગારના વધુ ચાર દરોડામાં પોલીસે 27 પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતાં. આટકોટ, કોટડાસાંગાણી, ગોંડલ સિટી અને સુલતાનપુર પોલીસે જુગારના આ દરોડા પાડયા હતાં.
જુગારના આ દરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ, આટકોટ પોલીસ મથકના સ્ટાફે સાણથલી ગામે પટેલ સમાજની વાડીની બાજુમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતા. જેમાં હસમુખ પરબતભાઈ ધડુક, કુલદીપ મનસુખભાઈ સાવલિયા, જયદીપ વિઠ્ઠલભાઈ વેકરીયા, પ્રકાશ રમેશભાઈ ધડુક, અજય ચંદુભાઈ ધડુક અને જયસુખ બટુકભાઈ હરસોરાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 74,700 કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
જ્યારે જુગારના અન્ય દરોડામાં કોટડા સાંગાણી પોલીસ મથકના સ્ટાફે ભાડુઇ ગામની સીમમાં સરધારી વાડી વિસ્તારમાં અજય સાપરાની વાડી પાસે જુગાર રમતા અજય કરમશી સાપરા, મુકેશ નાથાભાઈ બારૈયા, જીતેન્દ્ર પસાભાઈ મેટાળીયા, બળદેવ બટુકભાઈ સાપરા, ઘનશ્યામ ભીખુભાઈ સાપરા, જીતેન્દ્ર જાદવભાઈ કુમારખાણીયા, નિકુલ આંબાભાઈ ડોડીયાને ઝડપી લીધા હતા.પોલીસે પટમાંથી રોકડ રૂ.12,350 કબજે કયર્િ હતાં. ગોંડલ સિટી પોલીસ મથકના સ્ટાફે અહીં ભગવતપરા વિસ્તારમાં મહાકાળી માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતા. જેમાં અજય હંસરાજભાઈ ગોહેલ, દિલીપ ભીમજીભાઇ ચાવડા, સાગર દિનેશભાઈ ભોજાણી, સતિષ ભાવેશભાઈ કુકડીયા, રવિ રાજુભાઈ ગોહેલ, પરાગ પરસોત્તમભાઈ ચાવડા અને કિશન અશોકભાઈ સાકરીયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 12,580 કબજે કયર્િ હતા. આ ઉપરાંત સુલતાનપુર પોલીસ મથકના સ્ટાફે અહીં સુલતાનપુરમાં કોળીવાસમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા. જેમાં વિજય નારણભાઈ રામોલિયા, હરેશ લખુભાઈ બસિયા, જીગ્નેશ ભરતભાઈ ગોંડલીયા, ભાવેશ ભીખાભાઈ બગડા, દડુ જીવાભાઇ પરમાર, સાગર લખુભાઇ ડાભીનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 10,180 કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application